________________
૨૦૦
સૂત્રાર્થ :
અન્ય યોગ્યનું=પોતાનાથી અન્ય ગુરુ આદિને યોગ્ય આહારનું ગ્રહણ કરવું જોઈએ. 1138/30311
ટીકાઃ
'अन्यस्य' आत्मव्यतिरिक्तस्य गुरुग्लानबालादेः यद् 'योग्यम्' उपष्टम्भकत्वेनोचितं ' तस्य' ग्रहो વિષેય કૃતિ ।।૨૪/૩૦૩।।
ટીકાર્ય ઃ
‘અન્યસ્ય’ વિધેય કૃતિ ।। અન્યનું=આત્માથી વ્યતિરિક્ત એવા ગુરુ, ગ્લાન, બાલાદિને જે યોગ્ય=સંયમના ઉપષ્ટભકપણાથી ઉચિત તેને=આહારાદિને ગ્રહણ કરવું જોઈએ.
‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૩૪/૩૦૩।।
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર–૩૪, ૩૫
ભાવાર્થ:
સાધુ શાસ્ત્રવિધિ અનુસાર ભિક્ષા અર્થે ગયેલા હોય ત્યારે જેમ પોતાના સંયમને ઉપકા૨ક ઉચિત આહાર ઉપલબ્ધ થાય તો ગ્રહણ કરે છે તેમ પોતાનાથી અન્ય ગુરુ, ગ્લાન, બાલાદિ સાધુઓને ઉપકા૨ક થાય તેવો આહાર ઉપલબ્ધ થાય તો તેને પણ અવશ્ય ગ્રહણ કરે; કેમ કે સાધુ જેમ પોતાના સંયમની વૃદ્ધિના અર્થી છે તેમ અન્ય ગુરુ આદિના સંયમની વૃદ્ધિમાં કારણ બને તેવો ઉચિત આહાર પ્રાપ્ત થાય તો અવશ્ય ગ્રહણ કરીને તેઓની સંયમવૃદ્ધિમાં પોતે નિમિત્તભાવરૂપે થવા માટે યત્ન કરે છે. II૩૪/૩૦૩||
અવતરણિકા:
एवं च गृहीतस्य किं कार्यमित्याह
-
-
અવતરણિકાર્ય :
અને આ રીતે=પૂર્વના સૂત્રમાં બતાવ્યું એ રીતે, ગ્રહણ કરાયેલા આહારને શું કરવું જોઈએ ? એથી કહે છે
સૂત્રઃ
--
ગુરોર્નિયેયનમ્ ||૩૯/૩૦૪||
સૂત્રાર્થ
ગુરુને નિવેદન કરવું જોઈએ=લાવેલો આહાર ગુરુને સમર્પિત કરવો જોઈએ. ।।૩૫/૩૦૪।।