________________
૩૨૧
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૭૧, ૭૨
ભાવાર્થ :
પૂર્વસૂત્રમાં કહ્યું કે આત્મામાં ધર્મ નિષ્પન્ન થાય તેવો વ્યાપાર સાધુએ કરવો જોઈએ, તેથી હવે સાધુ જે સાધ્વાચારનાં કૃત્યો કરે છે તે ધર્મનિષ્પત્તિનું જ કારણ બને તે માટે સાધુએ સદા આત્માના પરિણામોનું સૂક્ષ્મ અવલોકન કરવું જોઈએ.
કઈ રીતે સૂક્ષ્મ અવલોકન કરવું જોઈએ ? એથી કહે છે –
સંયમનાં ઉચિત કૃત્યો જે મેં સેવ્યાં છે તે અસંગની વૃદ્ધિનું કારણ બને તે રીતે મેં કર્યાં છે કે નહીં ? તેનું સૂક્ષ્મ અવલોકન કરવું જોઈએ. શેષ કયાં કૃત્યો હું કરી શકું એમ છું? જેના બળથી સંયમના કંડકોની વૃદ્ધિ કરી શકું અને જે કૃત્યો કરવાના બાકી છે તેનું સૂક્ષ્મ બુદ્ધિથી અવલોકન કરવું જોઈએ જેથી તે ઉચિત કૃત્યો કરીને પોતે સંયમમાં વૃદ્ધિને પ્રાપ્ત કરી શકે.
વળી, જે સ્વાધ્યાય આદિ ૧૨ પ્રકારનો તપ છે અને મારી ભૂમિકા અનુસાર હું કરી શકું તેમ છું, છતાં યથાશક્તિ કરતો નથી તેનું સૂક્ષ્મ અવલોકન કરવું જોઈએ જેથી પ્રમાદના ત્યાગપૂર્વક તે કૃત્યો કરીને પોતે સંયમની વૃદ્ધિને પ્રાપ્ત કરી શકે.
આ પ્રકારનું પર્યાલોચન સાધુએ ક્યારે કરવું જોઈએ ? તે સ્પષ્ટ કરતાં કહે છે – રાત્રીના પૂર્વ કાળમાં સૂતા પહેલાં જાગ્રત અવસ્થામાં પોતાના ભાવોનું નિરીક્ષણ કરવું જોઈએ અથવા ઉત્તર કાળમાં સવારમાં જાગ્રત થયા પછી પ્રાતઃકાળમાં, જાગ્રત થઈને પોતાના ભાવોનું નિરીક્ષણ કરવું જોઈએ, જેથી અપ્રમાદપૂર્વક સર્વ ઉચિત કૃત્યોમાં યત્ન કરીને સાધુ આત્મામાં ધર્મની નિષ્પત્તિ કરી શકે. II૭૧/૩૪ll
અવતરણિકા :
વમાત્મ નુપ્રેક્ષિતે ય વૃત્ત્વ તવાદ - અવતરણિતાર્થ :
આ રીતે પૂર્વસૂત્રમાં કહ્યું એ રીતે, આત્માનું અનુપ્રેક્ષણ કરાયે છતે જે કરવું જોઈએ એને કહે
છે –
સૂત્રઃ
તિપ્રતિત્તિ: T૭૨/૨૪૧ાાં
સૂત્રાર્થ :
ઉચિત અનુષ્ઠાનનો સ્વીકાર કરવો જોઈએ. ll૭૨૩૪૧TI.