________________
૩૩૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ અધ્યાય-૫ / સૂત્ર-૭૬, ૭૭ છે જેનાથી કર્મની નિર્જરાની પ્રાપ્તિ થાય છે. વળી, સમ્યગ્દર્શન પરિષહનો જય પોતે માર્ગથી ભ્રષ્ટ ન થાય તેના માટે સાધુએ ક૨વો જોઈએ. જેમ કોઈ સાધુ શાસ્ત્રના સૂક્ષ્મ પદાર્થોમાં હજુ નિષ્પન્ન થયા ન હોય અને ભગવાનનાં વચનમાં સ્થિર શ્રદ્ધાવાળા થઈને સમભાવની વૃદ્ધિમાં યત્ન કરતા હોવા છતાં તેવા સાધુ અન્ય દર્શનના વિદ્વાનોની યુક્તિઓ સાંભળે અને સૂક્ષ્મપ્રજ્ઞાનો અભાવ હોય તો ભગવાનના વચનમાં તે સાધુને સંશય થાય. તેથી તેના રક્ષણ માટે તે સાધુએ અન્ય દર્શનના વિદ્વાનોથી દૂર રહીને સમ્યગ્દર્શન પરિષહનો જય કરવો જોઈએ. II૭૬/૩૪૫]ા
અવતરણિકા :
तथा
અવતરણિકાર્ય
અને
સૂત્રઃ
૩૫સઽતિસદનમ્ ||૭૭/૩૪૬ ||
ઉપસર્ગોનું અતિસહન કરવું જોઈએ=ઉપસર્ગોનો અભિભવ કરવો જોઈએ. ૭૭/૩૪૬][ ટીકા ઃ
उपसृज्यन्ते पीडापरिगतैर्वेद्यन्ते ये ते 'उपसर्गाः,' ते च दिव्यमानुषतैरश्चाऽऽत्मसंवेदनीयभेदाच्चतुर्धा, तेषामतिसहनम् अभिभवनम्, अन्यथा व्यसनमयत्वेन संसारस्य तेषामनतिसहने मूढमतित्वप्रसङ्गात्, यथोक्तम्
સૂત્રાર્થ
:
:
“संसारवर्त्यपि समुद्विजते विपद्भ्यो यो नाम मूढमनसां प्रथमः स नूनम् ।
अम्भोनिधौ निपतितेन शरीरभाजा संसृज्यतां किमपरं सलिलं विहाय ।। १९८ ।। " []
કૃતિ ।।૭૭/૨૪૬ા
ટીકાર્ય :
.....
उपसृज्यन्ते . કૃતિ ।। પીડાથી પરિગત એવા જીવ વડે જે વેદન થાય તે ઉપસર્ગ કહેવાય. અને તે=ઉપસર્ગો દેવ સંબંધી, મનુષ્ય સંબંધી, તિર્યંચ સંબંધી અને આત્માના સંવેદનીયતા ભેદથી ચાર પ્રકારના છે. તેઓનું=ઉપસર્ગોનું અતિસહન=અભિભવ=પોતાની સાધનામાં વ્યાઘાતક ન બને તે રીતે તેના પ્રત્યે ઉપેક્ષામાં યત્ન કરવાથી તેનું નિષ્ફલીકરણ, કરવું જોઈએ. અન્યથા=ઉપસર્ગોનો અભિભવ ન કરવામાં આવે તો, સંસારનું વ્યસનમયપણું હોવાને કારણે=સંસારનું આપત્તિમયપણું હોવાને