________________
- ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૭૫ સૂત્ર -
સમશગુમિત્રતા LI૭૧/૩૪૪T | સૂત્રાર્થ -
સમબુમિત્રતામાં સાધુએ યત્ન કરવો જોઈએ. l૭૫/૩૪૪ll ટીકા -
शत्रौ मित्रे च समानपरिणामता, एको हि तत्र निर्भर्त्सनादिभिरन्यस्तु स्तुतिवन्दनादिभिः स्वचित्तसंतोषं घटयन्तौ मां निमित्तमात्रमवलम्ब्य प्रवृत्तौ द्वावपि, न तु मत्कार्य किञ्चनेति, ततः कोऽनयोरूनोऽधिको વા મતિ ભાવના ૭/૩૪૪ ટીકાર્ય -
શત્રો ... માવના | શત્રુ અને મિત્રમાં સમાન પરિણામતા સાધુએ ધારણ કરવી જોઈએ. કઈ રીતે સમાન પરિણામતા ધારણ કરવી જોઈએ ? તે સ્પષ્ટ કરે છે –
તે બેમાં એક નિર્ભર્સનાદિ વડે, વળી અન્ય સ્તુતિ વંદનાદિ વડે, સ્વચિતના સંતોષને કરતાં મારું નિમિત્ત માત્રનું અવલંબન લઈને બન્ને પણ પ્રવૃત છે પરંતુ મારું કંઈ કાર્ય નથી=નિર્ભર્લ્સના આદિથી કે સ્તુતિથી મારું કંઈ પણ કાર્ય થતું નથી, માટે આ બન્નેમાં મને કોણ ચૂત કે અધિક છે?=મારા માટે બંને સરખા છે, એ પ્રકારની ભાવનાથી સાધુએ સમાન પરિણામતા ધારણ કરવી જોઈએ. II૭૫/૩૪૪
૨
છે
-
,
,
,
ભાવાર્થ :
સાધુએ જેમ ભગવાનની આજ્ઞાના સ્મરણરૂપે સર્વ ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ તેમ પોતાના વિષયક અન્યનાં નિંદાના વચનો કે સ્તુતિવચનો સ્પર્શે નહિ તે પ્રકારે મનોગુપ્તિને સ્થિર કરવા અર્થે સદા સૂક્ષ્મ બુદ્ધિથી સમાલોચન કરવું જોઈએ કે કોઈ પોતાની નિંદા કરે છે કે કોઈ પોતાની સ્તુતિ, વંદના કરે છે ? તેઓ પોતાના નિમિત્તમાત્રનું અવલંબન લઈને પોતાની પ્રકૃતિ અનુસાર ચિત્તમાં સંતોષ પામે છે પરંતુ તેઓની તે પ્રવૃત્તિથી પોતાને કોઈ અર્થની પ્રાપ્તિ થતી નથી કે પોતાને કોઈ અનર્થની પણ પ્રાપ્તિ થતી નથી. કેવળ પોતે પરમાર્થથી ભાવિત ન હોય તો શત્રુના વચનથી ક્લેશ કરીને કર્મ બાંધે છે કે સ્તુતિ-વંદનાદિના વચનથી ક્લેશ કરીને કર્મ બાંધે છે, તેથી પોતાના માટે નિંદા કરનાર કે પ્રશંસા કરનાર તુલ્ય છે તે પ્રકારના પરમાર્થને સૂક્ષ્મ પ્રજ્ઞાથી અવલોકન કરીને સદા આત્માને ભાવિત રાખે તો શત્રુ-મિત્ર પ્રત્યે સમભાવવાળું ચિત્ત થાય છે અને પોતાના સમભાવના પરિણામથી જ પોતાને હિતની પ્રાપ્તિ થાય છે તે પ્રકારે ભાવિત થઈને સાધુએ સદા સમભાવમાં યત્ન કરવો જોઈએ. ૭૫/૩૪૪