________________
૩૨૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨અધ્યાય-૫સૂત્ર-૭૩, ૭૪ ટીકાર્ય :
થો દિ.... અનેરિતિ છે જે=જે સાધુ, જ્યારે=જે કાળમાં, જે દોષથી બાધા પામતો હોય તે સાધુ વડે ત્યારે=દોષના બાધાકાળમાં, તેના પ્રતિપક્ષભૂત ગુણનું આસેવન કરવું જોઈએ. જેમ ઠંડીથી પીડિત પુરુષે અગ્નિનું સેવન કરવું જોઈએ.
‘ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૭૩/૩૪૨ાા. ભાવાર્થ
જેમ શીતાદિથી પીડિત પુરુષ અગ્નિનું તાપણું કરીને ઠંડીની બાધાને દૂર કરે છે તેમ સાધુએ આત્માના અનુપ્રેક્ષણ દ્વારા પોતાનામાં વર્તતા ચારિત્રના બાધક દોષોનું સૂક્ષ્મ અવલોકન કરીને જે દોષ આપાદક કર્મો પોતાનામાં પ્રચુર છે તેના કારણે પોતે વિશેષ પ્રકારના ચારિત્રમાં ઉદ્યમ કરી શકતા નથી અને નિમિત્તને પામીને સંયમની ક્રિયા કરવા છતાં સ્કૂલના પામે છે તે દોષોને સ્મૃતિમાં રાખીને તે દોષો જ્યાં સુધી મંદ ન થાય ત્યાં સુધી તે દોષના પ્રતિપક્ષભૂત ગુણોનું સ્મરણ કરીને તે ગુણમાં ઉપયોગ વર્તે તે પ્રકારે સદા યત્ન કરવો જોઈએ. જેમ કોઈ સાધુ બુદ્ધિમાન હોય, શાસ્ત્રમાં નિપુણ પ્રજ્ઞાવાળા હોય, સંવેગયુક્ત ઉચિત ઉપદેશ દ્વારા ઘણા જીવોનો ઉપકાર કરી શકતા હોય અને તે ગુણના કારણે મહાત્માઓ અને શ્રાવકો તેમના ગુણની સદા પ્રશંસા કરતા હોય અને તે પ્રશંસાને કારણે પોતાના ચિત્તમાં કાંઈક પ્રીતિ થતી હોય તો તે સાધુનો માનકષાય તેના ચારિત્રને કાંઈક બાધા કરે છે. અને તે બાધાનું સૂક્ષ્મ પ્રજ્ઞાથી અવલોકન કરીને જો તે સાધુ વિચારે કે સિંહ જેવા પરાક્રમ કરનારા અને મહા બુદ્ધિધન પૂર્વના ઋષિઓ આગળ હું અતિ નીચલી ભૂમિકામાં છું માટે સદા પોતાની હીનતાનું ભાવન કરીને તેવા ઉત્તમ પુરુષના ગુણોનું અવલંબન લઈને આત્માને ભાવિત કરે તો તે બાધ કરતો દોષ ક્રમે કરીને નિવર્તન પામે છે તે રીતે જે જે દોષો પોતાને
સ્મલના કરતા હોય તે તે દોષોનું પ્રતિપક્ષ ભાવન સાધુ કરે તો ક્રમસર ચારિત્ર નિરાબાધ થતું હોય છે. I૭૩/૩૪શા અવતરણિકા -
તથા – અવતરણિતાર્થ - અને –
સૂત્ર :
જ્ઞાનુસ્મૃતિઃ II૭૪/૩૪રૂ I સૂત્રાર્થ :આજ્ઞાની સ્મૃતિ કરવી જોઈએ. I૭૪/૩૪૩