________________
૩૩૧
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫] સૂત્ર-૭૬ અવતરણિકા :
તથા -
અવતરણિતાર્થ :
અને – સૂત્ર :
પરીષદનઃ TI૭૬/રૂ૪૬T સૂત્રાર્થ:
સાધુએ પરિષહજ્ય કરવો જોઈએ. I૭૬/૩૪પ ટીકા -
'परीषहाणां' क्षुत्पिपासादीनां द्वाविंशतेरपि 'जयः' अभिभवः, तत्र दर्शनपरीषहस्य मार्गाच्यवनार्थं शेषाणां च कर्मनिर्जरार्थं कार्य इति, यथोक्तम् – “मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परीषहाः" [तत्त्वार्थक ૧૮] રૂતિ ૭૬/૨૪હા ટીકાર્ય :
પરીષદા' .. તિ | સુધા-તૃષા આદિ બાવીસે પણ પરિષદોનો જય=અભિભવ સાધુએ કરવો જોઈએ. ત્યાં=૨૨ પરિષહમાં, દર્શનપરિષદનું માર્ગ અચ્યવન માટે અને બાકીના પરિષહોવો કર્મનિર્જરા માટે જય કરવો જોઈએ. જે કારણથી કહેવાયું છે – “માર્ગના અચ્યવન માટે=રક્ષણ માટે અને નિર્જરા માટે પરિષદો સહન કરવા જોઈએ.” (તસ્વાર્થ૦ ૯.૮)
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૭૬/૩૪પા ભાવાર્થ -
સાધુ સમભાવને ધારણ કરીને ભગવાનની આજ્ઞાનું પદે પદે સ્મરણ કરીને સર્વ ઉચિત ક્રિયાઓ કરતા હોય તો સૂક્ષ્મ રીતે શાતાની અર્થિતા અંદરમાં હોય તો વિશેષ સમભાવનો પરિણામ ઉસ્થિત થાય નહીં, તેથી સમભાવને વ્યાઘાત ન થાય તેને સ્મૃતિમાં રાખીને સુધા પિપાસા વગેરે પ્રતિકૂળ ભાવોમાં પણ સમભાવની વૃદ્ધિનો યત્ન સ્કૂલના ન પામી શકે તે માટે શક્તિને ગોપવ્યા વગર ક્ષુધા તૃષા આદિ ભાવોની ઉપેક્ષા કરીને દઢ ઉદ્યમપૂર્વક સ્વાધ્યાય આદિમાં યત્ન કરવો જોઈએ જેથી સુધા-તૃષા આદિ ભાવો પણ સમભાવની વૃદ્ધિમાં બાધક થવાને બદલે સમભાવની વૃદ્ધિનાં ઉપખંભક બને. આથી જ વીર ભગવાન શીતકાળમાં સૂર્યનાં કિરણો ન આવે ત્યાં ધ્યાનમાં ઊભા રહેતા હતા અને ગ્રીષ્મઋતુમાં સૂર્યનો તાપ પ્રાપ્ત થાય ત્યાં ઊભા રહેતા હતા, તેથી તે પ્રતિકૂળ ભાવમાં પણ અંતરંગ ઉદ્યમ સ્કૂલના ન પામે તેવા વીર્યનું આધાન થાય