________________
૩૨૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૬૯, ૭૦ ફળને સામે રાખીને કહ્યું છે કે ક્રોધથી પ્રીતિનો નાશ થાય છે, માનથી વિનયનો ઉપઘાત થાય છે જેથી યોગમાર્ગમાં ચાલતા સાધુ પણ વિનયરહિત બને તો શાસ્ત્ર પણ સમ્યક્ પરિણમન પામે નહિ. વળી, શઠતાથી લોકમાં વિશ્વાસની હાનિ થાય છે, તેથી અવિશ્વસનીય બનેલ વ્યક્તિ લોકમાં પણ અનાદરણીય બને છે અને લોભ સર્વગુણોનો નાશ કરે છે. માટે હું કષાયોના તિરોધાન માટે ઉદ્યમ કરું જેથી ક્રોધાદિના વિપાકોથી મારું અહિત થાય નહિ. આ સિવાય કષાયોના પરલોકના અનર્થોનું પણ સાધુ શાસ્ત્રાનુસાર સૂક્ષ્મ ચિંતવન કરે જેથી કષાયો તિરોધાન પામે. II૬૯/૩૩૮॥
અવતરણિકા :
तथा
-
અવતરણિકાર્ય :
અને –
સૂત્રઃ
ધર્મોત્તરો યોગઃ ।।૭૦/૩૩૧||
સૂત્રાર્થ -
સાધુએ ધર્મ છે ઉત્તરમાં જેને એવો=ધર્મ છે લ જેને એવો, યોગ=વ્યાપાર કરવો જોઈએ. ||૭૦/૩૩૯૫
ટીકા ઃ
'धर्मोत्तरो' धर्मफलः सर्व एव 'योगो' व्यापारो विधेयः, न पुनरट्टट्टहासकेलिकिलत्वादिः पापफल કૃતિ ૪૫૭૦/૩૩૧।।
ટીકાર્યઃ
‘ધર્મોત્તરો’ કૃતિ । ધર્મ છે ઉત્તરમાં જેને=ધર્મ છે ફલ જેને, એવો સર્વ જ યોગ=વ્યાપાર કરવો જોઈએ, પરંતુ અટ્ટહાસ્ય કેલિ=રમૂજ, ક્લિત્વાદિ=ક્લિકિલાટ આદિ, પાપલવાળો વ્યાપાર કરવો જોઈએ નહિ.
‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૭૦/૩૩૯।।
ભાવાર્થ:
સાધુએ જિનવચનના સ્મરણથી નિયંત્રિત થઈને સર્વ ઉચિત પ્રવૃત્તિમાં મન-વચન અને કાયાનો વ્યાપાર તે રીતે કરવો જોઈએ જેથી ચિત્ત વીતરાગભાવને આસન્ન આસન્નતર થાય તેવા સંસ્કારોનું આત્મામાં આધાન થાય. આ પ્રકારની મન-વચન અને કાયાની સાધુની પ્રવૃત્તિ ઉત્તર-ઉત્તરના ધર્મને નિષ્પન્ન કરનાર