________________
૨૯૯
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫| સૂત્ર-૪૫, ૪૬ સૂત્રાર્થ :
પૂર્વની ક્રીડાનું=સંયમ પૂર્વે ગૃહસ્થ અવસ્થામાં કરેલી ભોગની ક્રીડાનું અસ્મરણ કરવું જોઈએ. II૪૫/૩૧૪l ટીકાઃ
'पूर्व' प्रव्रज्याप्रतिपत्तिकालात् प्राक् ‘क्रीडितानां प्रौढप्रमोदप्रदप्रमदाप्रसङ्गप्रभृतिविलसितानामस्मृतिः अस्मरणम्, अयं च भुक्तभोगान् प्रत्युपदेश इति ।।४५/३१४।। ટીકાર્ય :
પૂર્વ' ... રતિ / પૂર્વમાં=પ્રવ્રજ્યા સ્વીકારેલા કાળની પૂર્વમાં, ક્રીડિતોનું અત્યંત પ્રમોદને દેવાર સ્ત્રીના પ્રસંગ વગેરે વિલસિતોનું, અસ્મરણ કરવું જોઈએ. અને આ ભુક્તભોગવાળા સાધુઓ પ્રત્યે ઉપદેશ છે.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૪૫/૩૧૪ ભાવાર્થ:
જે સાધુએ પૂર્વમાં ભોગો કરીને સંયમ ગ્રહણ કરેલ છે તેવા મહાત્માઓને ભોગ પ્રત્યેનો વિમુખભાવ થાય છે ત્યારે દીક્ષા ગ્રહણ કરે છે. આમ છતાં અનાદિથી અભ્યસ્ત જીવનો સ્વભાવ વિષયોમાંથી આનંદ લેવાનો છે અને યોગના સેવનથી પ્રાપ્ત થતો આનંદ આદ્યભૂમિકામાં અતિદુઃસાધ્ય છે, તેથી સંયમમાં યત્ન કરનારા પણ સાધુને કોઈક નિમિત્તને પામીને કે નિમિત્ત વગર પણ પૂર્વના સ્ત્રી સાથે કરાયેલા વિલાસનું સ્મરણ થાય તો કંઈક કામના વિકારો ઉત્પન્ન થાય છે, તેના નિવારણ અર્થે સાધુએ પૂર્વની ક્રીડાનું સ્મરણ ન થાય તે પ્રકારની બ્રહ્મગુપ્તિની મર્યાદાનું સ્મરણ કરીને આત્માને વાસિત રાખવો જોઈએ. જેથી બ્રહ્મચર્યનું પાલન વિશુદ્ધ વિશુદ્ધતર બને. I૪૫/૩૧૪ના
સૂત્ર :
પ્રીતમોનનમ્ I૪૬/૩૦૧ સૂત્રાર્થ -
પ્રણીત આહારનું ભોજન અતિ સ્નિગ્ધ આહારનું ભોજન સાધુએ કરવું જોઈએ નહિ. II૪૬/૩૧૫ll ટીકા :
'प्रणीतस्य' अतिस्निग्धस्य गलत्स्नेहबिन्दुलक्षणस्याहारस्याभोजनम् अनुपजीवनमिति T૪૬/૨૨૬T