________________
૨૯૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૪૩, ૪૪, ૪૫ યોજન કરીને ઇન્દ્રિયની ઉત્સુકતાનો પરિહાર કરવો આવશ્યક છે તેમ કોઈક નિમિત્તે સ્ત્રીનાં દર્શન થાય તો બ્રહ્મગુપ્તિના દઢ વ્યાપારથી કોઈ અન્ય ઉપયોગ ન પ્રવર્તે તે રીતે સદા યતમાન રહેવું જોઈએ. ૪૩/૩૧ણા
સૂત્ર :
कुड्यान्तरदाम्पत्यवर्जनम् ।।४४/३१३ ।। સૂત્રાર્થ :
કુષ્ય અંતરથી ભીંતના અંતરથી દામ્પત્યનું વર્જન કરવું જોઈએ સ્ત્રી-પુરુષનાં યુગલોની વાતચીત પણ સંભળાય તે સ્થાનનું વર્જન કરવું જોઈએ. ll૪૪/૩૧૩ ટીકા :
'कुड्यं' भित्तिः तदन्तरं व्यवधानं यस्य तत् तथा, 'दाम्पत्यं' दयितापतिलक्षणं युगलम्, कुड्यान्तरं च तद् दाम्पत्यं चेति समासः, तस्य 'वर्जनम्,' वसतौ स्वाध्यायस्थानादौ च, न तत्र स्थातव्यं यत्र कुड्यान्तरं दाम्पत्यं भवतीति ।।४४/३१३।। ટીકાર્ય :
કુર્ચ' .... મવતીતિ કુચ=ભીંત, તેનું અંતર વ્યવધાન, છે જેને તે તેવું છેઃકુડ્યાંતરના વ્યવધાનવાળું છે, અને તેવું દાંપત્ય સ્ત્રી-પતિલક્ષણ યુગલ, કુડ્યાંતર એવું તે દાંપત્ય એ પ્રમાણે સમાસ છે. તેનું કુäતરવાળા દાંપત્યનું, વર્જત કરવું જોઈએ=વસતિમાં અને સ્વાધ્યાય આદિ સ્થાનમાં તેનું વર્જન કરવું જોઈએ=ત્યાં ન રહેવું જોઈએ જ્યાં ભીંતના આંતરામાં દંપતી યુગલ હોય.
“તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૪૪/૩૧૩ ભાવાર્થ - .
સાધુએ પાંચ ઇન્દ્રિયોના સંવર માટે જે યત્ન કરવાનો છે તેમાં પણ બ્રહ્મચર્યને અનુકૂળ ઇન્દ્રિયોનો સંવર અતિ દુષ્કર છે, તેથી અલ્પ પણ નિમિત્તને પામીને બ્રહ્મચર્યની ગુપ્તિની મલિનતા થવાનો સંભવ રહે, તેથી બ્રહ્મચર્યની ગુપ્તિના અત્યંત રક્ષણ અર્થે સાધુએ જે વસતિમાં નિવાસ કરવાનો હોય કે સ્વાધ્યાય આદિ અર્થે બેસવાનું હોય તે વસતિના દીવાલના આંતરાથી દંપતીયુગલ હોય તો તેઓના વચન શ્રવણ આદિના પ્રસંગના કારણે બ્રહ્મગુપ્તિ માટેનો યત્ન પણ અલના પામી શકે, તેથી સાધુએ બ્રહ્મગુપ્તિની સ્કૂલનાના બળવાન નિમિત્ત એવું કુડ્યાંતરના વ્યવધાનવાળું સ્થાન અવશ્ય વર્જન કરવું જોઈએ; તેથી સુખપૂર્વક સંયમયોગોમાં દઢ ઉદ્યમ કરીને સાધુ સંયમના કંડકોની વૃદ્ધિ કરી શકે. ll૪૪/૩૧૩ સૂત્ર :
પૂર્વીડિતાશ્રુતિઃ II૪/૩૧૪ના