________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૪૮, ૪૯
સૂત્રાર્થ
:
વિભૂષાનું પરિવર્જન કરવું જોઈએ. II૪૮/૩૧૭]]
ટીકા ઃ
'विभूषायाः ' = शरीरोपकरणयोः शृङ्गारलक्षणायाः परिवर्जनमिति । एतेषां च स्त्रीकथादीनां नवानामपि भावानां मोहोद्रेकहेतुत्वात् निषेधः कृत इति ।।४८ / ३१७ ।।
ટીકાર્ય :
‘વિભૂષાયા:’
ત કૃતિ ।। શરીર અને ઉપકરણની શૃંગારરૂપ વિભૂષાનું પરિવર્જન કરવું જોઈએ. અને આ સ્ત્રીકથાદિ નવ પણ સૂત્રોમાં બતાવેલ ભાવોનું મોહઉદ્રેકનું હેતુપણું હોવાથી નિષેધ કરાયેલું
છે.
‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૪૮/૩૧૭।
ભાવાર્થ :
જેમ પુષ્ટ થયેલો દેહ ઇન્દ્રિયોના વિકારો કરે છે તેમ શ૨ી૨ અને સંયમનાં ઉપકરણોને સ્વચ્છ રાખવા આદિરૂપે વિભૂષા કરવામાં આવે તો વિકારો થાય છે, તેથી સાધુએ શરીર અને ઉપકરણની વિભૂષાનો ત્યાગ કરવો જોઈએ. જેથી વિકાર ઉદ્ભવે નહિ અને શાસ્ત્રવચન અનુસાર આત્માને ભાવિત કરીને સાધુ બ્રહ્મગુપ્તિને અતિશયિત કરી શકે.
સૂત્રઃ
ઉપસંહાર ઃ
સૂત્ર-૪૦થી ૪૮ સુધીમાં જે સાધુના આચારો બતાવ્યા તે નવે આચારોનું જો પાલન કરવામાં ન આવે તો મોહનો ઉદ્રેક થવાનો સંભવ રહે છે, તેથી સાધુએ બ્રહ્મચર્યની નવ વાડ સ્વરૂપ આ નવ આચારોનું સદા સેવન કરવું જોઈએ. ૪૮/૩૧૭ll
અવતરણિકા :
तथा
-
અવતરણિકાર્ય
અને –
૩૦૧
"
--
તત્ત્વામિનિવેશઃ ||૪૬/૩૧૮||