________________
ધર્મબિંદ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫| સૂત્ર-૬૧
૩૧૫
(૨) નિર્વેદ -
વળી, સાધુએ સંસારનો અત્યંત ભય ધારણ કરીને સંસારની વૃદ્ધિને અનુકૂળ કોઈ પરિણામ ન થાય તે રીતે તૈલધારા પુરુષની જેમ પોતાના ભાવપ્રાણના રક્ષણ માટે ઉદ્યમ કરવો જોઈએ. જે નિર્વેદના પરિણામરૂપ
છે.
(૩) વિષયોનો વિવેક -
સાધુએ પાંચ ઇન્દ્રિયોના વિષયો સાથે ચિત્ત સંશ્લેષ ન પામે તે રીતે અત્યંત ઉપયુક્ત થઈને સર્વ ક્રિયાઓ કરવી જોઈએ તે વિષયનો વિવેક છે. (૪) સુશીલનો સંસર્ગ -
સાધુએ સદા પોતાનાથી અધિક ગુણવાળા પુરુષ સાથે સંસર્ગમાં રહેવું જોઈએ જેથી તેમના અપ્રમાદના યત્નના અવલંબનથી પોતાનામાં પણ વિશેષ પ્રકારનો અપ્રમાદભાવ ઉલ્લસિત થાય. (૫) આરાધના :
ભગવાનના વચનનું સ્મરણ કરીને સ્વ સ્વ ભૂમિકા અનુસાર જે જે ઉચિત કૃત્ય હોય તે તે સ્વ ઉચિત કૃત્યોને તે રીતે સેવવા યત્ન કરવો જોઈએ; જેથી ભગવાનનાં વચન અનુસાર સર્વ ઉદ્યમથી પોતાની શક્તિ પ્રવર્તે એ જિનવચનની આરાધના છે. (૬) તપ
ઇન્દ્રિયોના વિકારના નિરોધમાં સહાયક થાય તે પ્રકારે શક્તિને ગોપવ્યા વિના ઉચિત બાહ્યતપ કરવો જોઈએ જેથી તપથી કાંઈક શિથિલ થયેલો દેહ વિકારમાં ન પ્રવર્તે અને મન પણ શિથિલ થયેલું હોવાથી વિકારને પામ્યા વગર પોતાને જ્યાં પ્રવર્તાવવું હોય ત્યાં પ્રવર્તી શકે તે તપ છે. (૭-૧૦) જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વિનય :
સાધુએ શક્તિ અનુસાર જિનવચનના મર્મને સ્પર્શ કરે તેવું જ્ઞાન મેળવવું જોઈએ અને તે વચનથી ભાવિત થઈને જિનવચન જ પરમાર્થ છે. અન્ય નહિ તે પ્રકારે આત્માને અત્યંત વાસિત કરીને દર્શનમાં યત્ન કરવો જોઈએ અને જિનવચન અનુસાર ઉચિત ક્રિયાઓ કરીને આત્માના શુદ્ધ ભાવોમાં ચરણ થાય અર્થાતું ગમન થાય તે રીતે યત્ન કરવો જોઈએ અને ગુણસંપન્નનો સદા વિનય કરવો જોઈએ. (૧૧-૧૭) ક્ષમા, માર્દવ, આર્જવ, નિર્લેપતા, અદીનતા, તિતિક્ષા અને આવશ્યકપરિશુદ્ધિ -
વળી, સાધુએ ક્ષમા, માર્દવ, આર્જવ અને વિમુક્તતા=નિર્લેપતામાં સદા યત્ન કરવો જોઈએ અર્થાત્ પદાર્થનાં નિમિત્તોને જોઈને પ્રજ્વલન સ્વભાવ ઉલ્લસિત ન થઈ શકે તેવો ક્ષમાનો પરિણામ કેળવવો જોઈએ. ઉત્તમ પુરુષો કરતાં પોતે અત્યંત નીચલી ભૂમિકામાં છે તે પ્રમાણે ભાવન કરીને માનરહિત એવો