________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૭, ૬૮
૩૨૧
–
અવતરણિકા :
अत एव -
અવતરણિકાર્ય :
આથી જ=સાધુએ ક્ષમાદિમાં ઉદ્યમ કરવો જોઈએ આથી જ – સૂત્ર :
ઢોળાદ્યનુN T૬૭/રૂરૂદ્દા સૂત્રાર્થ:
ક્રોધાદિનો અનુદય થાય તે રીતે સદા ઉપયુક્ત રહેવું જોઈએ. ૬/૩૩૬ ટીકા -
'क्रोधादीनां' चतुर्णां कषायाणाम् 'अनुदयो' मूलत एवानुत्थानम् ।।६७/३३६।। ટીકાર્ય :
“ઢોલીના' ... વાનસ્થાનમ્ II ક્રોધાદિ ચાર કષાયનો અનુદયમૂળથી જ ઉત્થાનનો અભાવ થાય તેમ સાધુએ યત્ન કરવો જોઈએ. ૬૭/૩૩૬ાા ભાવાર્થ :
સાધુએ આત્મામાં ક્રોધાદિના સંસ્કારો નિમિત્તને પામીને ઉદયને પ્રાપ્ત ન કરી શકે તે અર્થે ક્રોધાદિના પ્રતિપક્ષી ક્ષમાદિ ભાવોની સદા વૃદ્ધિ થાય તે પ્રકારના સૂક્ષ્મ ઉપયોગપૂર્વક સંયમની સર્વ ક્રિયાઓ કરવી જોઈએ; કેમ કે સંયમની સર્વ ક્રિયાઓ વીતરાગપ્રણીત છે અને વીતરાગપ્રણીત સર્વ ક્રિયાઓ વીતરાગતાના અભિમુખ રાગ વૃદ્ધિ પામે તે પ્રકારે જ કરવાની ભગવાને કહેલ છે. જે મહાત્મા તે પ્રકારે સર્વ ક્રિયાઓ કરે છે તેઓનો વીતરાગતાને અભિમુખ વધતો દઢ દઢતર રાગ ક્રોધાદિ કષાયોને મૂળથી જ ઉસ્થિત થવામાં બાધક બને છે. અને તે દઢ થયેલો વીતરાગતાનો રાગ વિતરાગતાને અભિમુખ સંસ્કારોનું આધાર કરીને વિદ્યમાન ક્રોધાદિ કષાયોનો ક્ષયોપશમ ભાવ અતિશય અતિશયતર કરીને વિશિષ્ટ વિશિષ્ટતર ક્ષમાદિ ભાવોની નિષ્પત્તિનું કારણ બને છે; માટે સાધુએ ક્રોધાદિ કષાયોનો મૂળથી જ ઉદય ન થાય તે પ્રકારે અપ્રમાદભાવથી સદા ઉચિત અનુષ્ઠાનોમાં ઉદ્યમ કરવો જોઈએ. ૬૭/૩૩૬ાા અવતરણિકા :
તથા -
અવતરણિકાર્ય :અને –