________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૬૫
૩૧૯
અવતરણિકા :
તથા – અવતરણિતાર્થ -
અને – સૂત્ર:
વલ્ગુને પ્રવૃત્તિ: Tદ્ર/રૂરૂા . સૂત્રાર્થ :
બહુ ગુણમાં=બહુ ગુણવાળા કાર્યમાં, પ્રવૃત્તિ કરવી જોઈએ. પ/૩૩૪ll ટીકા -
यद् ‘बहुगुणम्' उपलक्षणत्वात् केवलगुणमयं वा कार्यमाभासते तत्र 'प्रवर्तितव्यम्,' नान्यथेति Rાદ/પુરૂજા ટીકાર્ય :
યદ્. નાન્યથતિ છે જે બહુ ગુણવાળું કાર્ય ભાસે છે અથવા ઉપલક્ષણપણું હોવાથી કેવળ ગુણમય કાર્ય ભાસે છે તેમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. અન્યથા=બહુ ગુણવાળું ન હોય અથવા કેવળ ગુણમય ન હોય તેવા કાર્યમાં પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૬૫/૩૩૪. ભાવાર્થ :
પૂર્વસૂત્રમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સાધુએ સંયમની સર્વ પ્રવૃત્તિમાં ગુણદોષનું અવલોકન કરવું જોઈએ. અને તે પ્રકારે અવલોકન કરીને જે સાધુ સદા કઈ ઉચિત પ્રવૃત્તિઓ દ્વારા પોતે અપ્રમાદની વૃદ્ધિ કરીને સમભાવના પરિણામની વૃદ્ધિ કરી શકે છે તેનું અવલોકન કરે અને જે પ્રવૃત્તિમાં ક્વચિત્ નાનો દોષ હોય તોપણ ઘણા ગુણનું કારણ હોય તો તે પ્રવૃત્તિ કરવી જોઈએ. જેમ ઉત્સર્ગથી દોષિત ભિક્ષા સાધુને નિષિદ્ધ છે આમ છતાં તેવા કોઈક સંયોગોમાં નિર્દોષ ભિક્ષાની પ્રાપ્તિ ન હોય અને તે દોષિત ભિક્ષા દ્વારા દેહનું રક્ષણ કરીને વિશેષ પ્રકારનાં જ્ઞાનાદિની વૃદ્ધિ દ્વારા સંયમના કંડકોની વૃદ્ધિ પ્રાપ્તિ થતી હોય તો તે દોષિત ભિક્ષા પણ બહુ ગુણવાળી હોવાથી સાધુને ઈષ્ટ બને છે. અને કોઈક સાધુ વિવેક વગર નિર્દોષ ભિક્ષા મળતી નથી માટે અપવાદનું અવલંબન લઈને દોષિત ભિક્ષા ગ્રહણ કરે અને તેના દ્વારા સંયમના કોઈ કંડકોની વૃદ્ધિને પ્રાપ્ત કરે નહિ તો તે ગ્રહણ કરાયેલી ભિક્ષા કેવળ દોષવાળી બને છે. એટલું જ નહિ પણ અપ્રામાણિક અપવાદનું આલંબન લીધા વગર નિર્દોષ ભિક્ષા દ્વારા દેહનું પાલન કરીને પણ સંયમની વૃદ્ધિમાં કોઈ યત્ન ન કરે તો તે નિર્દોષ ભિક્ષા પણ દોષવાળી બને છે.