________________
૩૨૦.
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ ) અધ્યાય-૫ | સૂત્ર-૫, ૬૬ વળી, સંયમીની કેટલીક પ્રવૃત્તિ કેવળ ગુણમય હોય, લેશ પણ દોષનું કારણ ન હોય તેવી પ્રવૃત્તિમાં સાધુએ યત્ન કરવો જોઈએ. જેમ અપ્રમાદભાવની વૃદ્ધિ થાય તે રીતે તપમાં, જ્ઞાનાદિ અધ્યયનમાં કે ઉચિત વિવેકપૂર્વકના વૈયાવચ્ચમાં કોઈ સાધુ યત્ન કરે તો તે કૃત્યો કેવળ ગુણમય છે જેનાથી અવશ્ય સંયમના કંડકોની વૃદ્ધિ થાય તેવા સમભાવના પરિણામની વૃદ્ધિ થાય છે. માટે ગુણ-દોષના સમ્યફ પર્યાલોચનપૂર્વક ગુણવૃદ્ધિનું કારણ બને તેવી ઉચિત પ્રવૃત્તિમાં સાધુએ સદા યત્ન કરવો જોઈએ. llઉપ/૩૩૪ અવતરણિકા :
તથા – અવતરણિકાર્ચ -
અને –
સૂત્ર :
ક્ષત્તિર્વવમાર્નવમનોમતા સાદ૬/રૂરૂTT સૂત્રાર્થ:
ક્ષમા, માર્દવ, આર્જવ અને અલોભતામાં સાધુએ યત્ન કરવો જોઈએ. Iક૬૩૩૫ll ટીકા -
एते क्षान्त्यादयश्चत्वारोऽपि कषायचतुष्टयप्रतिपक्षभूताः साधुधर्ममूलभूमिकास्वरूपाः नित्यं कार्या રૂતિ દ૬/રૂરૂા . ટીકાર્ચ -
રે અતિ આ=ક્ષમાદિ ચારે પણ કષાય ચતુષ્ટયના પ્રતિપક્ષભૂત=ક્રોધ, માન, માયા, લોભ ચારના પ્રતિપક્ષભૂત, સાધુધર્મની મૂળભૂમિકા સ્વરૂપ નિત્ય કરવા જોઈએ.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૬૬/૩૩૫ ભાવાર્થ
સાધુને સંયમની સર્વ ક્રિયા દ્વારા આત્મામાં વર્તતા ક્રોધાદિ ચાર કષાયનાં પ્રતિપક્ષ એવા ક્ષમાદિ ચાર ભાવોમાં યત્ન થાય તે રીતે ઉદ્યમ કરવાની ભગવાનની આજ્ઞા છે, તેથી સાધુધર્મની મૂળભૂમિકા સ્વરૂપ એવા ક્ષમાદિ ચાર ભાવો છે તેને સ્મરણમાં રાખીને સદા તે ચાર ભાવોને અનુકૂળ ચિત્ત પ્રવર્તે તે રીતે સાધુ સદા આત્માને ભાવિત રાખે જેથી ક્રોધાદિ ચાર કષાયો વિશેષ વિશેષ રીતે ક્ષયોપશમભાવને પ્રાપ્ત કરીને ક્ષમાદિ ભાવોની વૃદ્ધિ દ્વારા સમભાવના પરિણામની વૃદ્ધિને જ પ્રાપ્ત કરાવે. II૬૬૩૩પા