Book Title: Dharmbindu Prakaran Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 335
________________ ૩૧૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૬૧, ૬૨ માર્દવભાવ ધા૨ણ ક૨વો જોઈએ. ગુણવાન પુરુષને પરતંત્રતા રહે એવો આર્જવભાવ ધા૨ણ ક૨વો જોઈએ. કોઈ પદાર્થમાં સંગ ન થાય તે પ્રકારનો નિર્લેપ ભાવ ધા૨ણ ક૨વો જોઈએ. પ્રતિકૂળ સંજોગોમાં અદીનતા ધારણ કરવી જોઈએ. ક્ષુધા-તૃષા આદિમાં વ્યાકુળતા ન થાય તે પ્રકારે તિતિક્ષા ભાવથી આત્માને ભાવિત ક૨વો જોઈએ. સાધુનાં સર્વ આવશ્યક અનુષ્ઠાનમાં પરિશુદ્ધિની પ્રાપ્તિ થાય તે પ્રકારે ઉદ્યમ કરવો જોઈએ. આ સર્વ ભાવસાધુનાં લિંગો છે. II૬૧/૩૩૦II અવતરણિકા : तथा અવતરણિકાર્ય : અને સૂત્ર ઃ - સૂત્રાર્થ — : यथाशक्ति तपः सेवनम् ।।६२/३३१।। યથાશક્તિ=પોતાની શક્તિ અનુરૂપ તપનું સેવન કરવું જોઈએ. ॥૬૨/૩૩૧॥ ટીકા ઃ ‘યથાશત્તિ તપસ:’ અનશનાવે: ‘સેવનમ્’ આચરાત્, યયોમ્ – “कायो न केवलमयं परितापनीयो मिष्टै रसैर्बहुविधैर्न च लालनीयः । चित्तेन्द्रियाणि न चरन्ति यथोत्पथेन वश्यानि येन च तदाचरितं जिनानाम् ।।१९४।। " [ ] ।।६२/३३१ ।। ટીકાર્થ ઃ ..... 'यथाशक्ति નિનાનામ્ ।। યથાશક્તિ અનશનાદિ તપનું સેવન કરવું જોઈએ=સાધુએ આચરણ કરવું જોઈએ. જે કારણથી કહેવાયું છે “આ કાયા=શરીર, કેવલ પરિતાપનીય નથી=ઉપવાસ આદિ કરીને કષ્ટ આપવા સ્વરૂપ નથી અને ઘણા પ્રકારનાં ઇષ્ટ ૨સો વડે પોષણ કરવા યોગ્ય નથી. જે પ્રમાણે ચિત્ત અને ઇન્દ્રિયો ઉત્પથથી=સંયમના કંડકોના ઉપાયનાં વૃદ્ધિમાં યત્નને છોડીને બાહ્ય પદાર્થો સાથે સંગના પરિણામ કરવારૂપ ઉત્પથથી, ચરે નહીં=ઇન્દ્રિયો ઉત્પથમાં ન જાય, અને જેનાથી=જે તપથી, વશ થાય—ચિત્ત અને મન વશ થાય, તેતે તપ જિનોનું આચરિત છે. ૧૯૪” () II૬૨/૩૩૧૩૦ ભાવાર્થ: સાધુ મોક્ષના અત્યંત અભિલાષી છે, તેથી જ સર્વ બાહ્ય સંગનો ત્યાગ કરીને કેવલ અસંગ ભાવની

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382