________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૫૬, ૫૭
૩૦૯
શેરી અંતરના વિભાગથી, સર્વથા અન્ય વસતિની અપ્રાપ્તિમાં સંથારાના ભૂમિતા પરિવર્તનથી તે ક્રિયામાસાદિ કલ્પ ક્રિયા કરવી જોઈએ. આથી જ કહેવાય છે –
“આથી જ વિહાર, પ્રતિમા આદિમાં સંથારાનું પરિવર્તન, ચિત્ર પ્રકારનો અભિગ્રહ અહીં=સંસારમાં, ચારિત્રીઓ કરે છે. ૧૯૧૫” () ૫૫૬/૩૨૫॥
ભાવાર્થ:
સાધુઓને નિર્લેપ થવા માટે ભગવાને નવકલ્પી વિહાર બતાવ્યો છે. આમ છતાં દુષ્કાળ હોય, રાજાનાં યુદ્ધો ચાલતાં હોય કે સાધુનું જંઘાબળ ક્ષીણ થયું હોય ત્યારે નવકલ્પી વિહાર સાધુ માટે અશક્ય છે. આમ છતાં કોઈક રીતે સાધુ તે પ્રકારે વિહાર કરે તો ક્લેશની પ્રાપ્તિ થાય અને ચિત્ત સમાધિપૂર્વક સંયમયોગમાં ઉલ્લસિત થઈ શકે નહિ. તેથી ચિત્તની સમાધિપૂર્વક શાસ્ત્રથી વાસિત થવા માટે તેવા સંજોગોમાં સાધુને એક સ્થાનમાં નિવાસ આવશ્યક બને છે. તેવા સંજોગોમાં પણ શાસ્ત્રમર્યાદા અનુસાર માસકલ્પના આચારના પાલન અર્થે તે નગર આદિમાં વસતિના નવ વિભાગો કરીને સાધુ નવ માસકલ્પ કરે અથવા તે નગરના શેરી આદિના વિભાગ દ્વારા નવ માસકલ્પ કરે અને તે પ્રકારે માસકલ્પ શક્ય ન જણાય તો એક જ સ્થાનમાં મહિને મહિને સંથારાના પરિવર્તન દ્વારા પણ સાધુ નવ માસકલ્પ કરે; જેથી ભગવાનના વચનનું પાલન થાય અને તે માસકલ્પના યત્ન દ્વારા સુસાધુ કોઈપણ ક્ષેત્ર પ્રત્યે મમત્વ ન થાય તેવો અંતરંગ યત્ન કરીને માસકલ્પના આચારને સફળ કરે છે. ૫૬/૩૨૫ના
અવતરણિકા :
તંત્ર વ –
અવતરણિકાર્ય :
અને ત્યાં=એક ક્ષેત્રમાં માસાદિ કલ્પ કરે ત્યાં
સૂત્રઃ
સૂત્રાર્થ:
--
-
સર્વત્રામમત્વમ્ ||૧૭/૩૨૬।।
સર્વત્ર=સર્વ વસ્તુમાં અમમત્વને કરે. ૫૭/૩૨૬]
ટીકાઃ
'सर्वत्र' पीठफलकादौ नित्यवासोपयोगिनि अन्यस्मिंश्च 'अममत्वम्' अममीकार इति ।।૧૭/૩૨૬!!