________________
૩૧૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૫| સૂત્ર-૫૯ અવતરણિકાર્ચ -
તો=આલોક અને પરલોકની આશંસારૂપ નિદાનનો પરિહાર કરવો જોઈએ તો, શું કરવું જોઈએ? એને કહે છે – ભાવાર્થ :
પૂર્વસૂત્રમાં કહ્યું કે સાધુને સદ્અનુષ્ઠાન સેવનકાળમાં તે સદ્અનુષ્ઠાનના ફળ રૂપે કોઈ આશંસા થાય તે રૂપ નિદાનનો પરિહાર કરવો જોઈએ. તો પ્રશ્ન થાય કે જો આલોક પરલોકની કોઈ આશંસા અનુષ્ઠાનમાં કરવાની ન હોય તો શું કરવું જોઈએ ? જેથી તે અનુષ્ઠાન આત્મકલ્યાણનું કારણ બને એને કહે છે –
સૂત્ર :
વિહિતિ પ્રવૃત્તિ /પ/રૂરી સૂત્રાર્થ:
વિહિત છે=ભગવાન વડે વીતરાગ થવાના ઉપાયરૂપે વિહિત છે એ રીતે પ્રવૃત્તિ કરવી જોઈએ= સાધુએ સર્વ કૃત્યોમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. આપ૯/૩૨૮ ટીકા :
વિદિત' વર્તવ્યતા માનવતા નિરૂપિત મેતિ પર્વ સર્વત્ર શર્માર્થે “પ્રવૃત્તિઃ' પાવર/રૂરદા ટીકાર્ય -
વિહિત પ્રવૃત્તિઃ | વિહિત=ભગવાન વડે કર્તવ્યપણા રૂપે નિરૂપિત આ છે=પ્રસ્તુત કૃત્ય છે એ રીતે સર્વત્ર ધર્મકૃત્યોમાં પ્રવૃત્તિ કરવી જોઈએ=સાધુઓએ યત્ન કરવો જોઈએ. પ૯/૩૨૮ ભાવાર્થ
પૂર્વસૂત્રમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે નિદાનના પરિહારરૂપે સાધુએ યત્ન કરવો જોઈએ, તેથી જિજ્ઞાસા થાય કે ક્રિયાકાળમાં આલોકની અને પરલોકની આશંસા રાખ્યા વગર સાધુએ સર્વકૃત્યો કરવાનાં હોય તો અનુષ્ઠાનકાળમાં કેવો અધ્યવસાય રાખવો જોઈએ ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
ભગવાને સાધુને “આ અનુષ્ઠાન કર્તવ્યરૂપે વિહિત છે એ પ્રકારના ઉપયોગપૂર્વક સર્વ ધર્મકૃત્યોમાં યત્ન કરવો જોઈએ. આનાથી એ ફલિત થાય કે ભગવાને જીવને સ્વ સ્વ ભૂમિકા અનુસાર તે તે અનુષ્ઠાન તે તે રીતે કરવાનું કહેલ છે કે જેથી તે તે અનુષ્ઠાન સેવનકાળમાં તે મહાત્મા પોતાના વિદ્યમાન કષાયો તે તે અનુષ્ઠાનના કૃત્યો સાથે તે તે પ્રકારના ક્ષયોપશમભાવના પરિણામના પ્રતિસંધાનપૂર્વક પ્રવર્તાવે; જેથી તે અનુષ્ઠાનથી તે મહાત્મા સંયમના કંડકોની વૃદ્ધિને પ્રાપ્ત કરીને વીતરાગતાને આસન્ન આસન્નતર બની શકે, તેથી સાધુએ પોતાની ભૂમિકા અનુસાર જે વિહિત અનુષ્ઠાન હોય તે અનુષ્ઠાનના પારમાર્થિક સ્વરૂપનો બોધ કરીને સંયમના કંડકોની વૃદ્ધિ થાય તે રીતે પ્રવૃત્તિ કરવી જોઈએ. પિ૯૩૨૮