________________
૩૧૧
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫સૂત્ર-૫૮, ૫૯ ટીકાર્ય :
નિતરાં ..... રૂતિ સમ્યગ્દર્શનના વિસ્તારરૂપ બહુમૂલજાળવાળો, જ્ઞાનાદિ વિષયક વિશુદ્ધ વિનય અને વિધિરૂપ મોટા સ્કંધના બંધવાળો, વિહિત સુંદર દાનાદિ ભેદ શાખા-ઉપશાખાથી યુક્ત નિરતિશય દેવ-મનુષ્યભવમાં પ્રાપ્ત થતા સુખસંપત્તિરૂપ ફણગાથી આકીર્ણ, અને દૂર કરેલ છે સંપૂર્ણ આપત્તિઓરૂપ પશુઓનો સમૂહ એવા શિવાલયના ફલ આપવામાં સમર્થ એવો ધર્મરૂપી કલ્પવૃક્ષ આના વડે અત્યંત નાશ કરાય છે દેવલોકની આશંસાના પરિણામરૂપ કુહાડા વડે નાશ કરાય છે એ નિદાનનો પરિહાર કરવો જોઈએ; કેમ કે તેનું ધર્મ સેવીને કરાયેલા નિદાનનું અત્યંત દારુણ પરિણામપણું છે. જે કારણથી કહેવાયું છે –
જે અજ્ઞ સાધુ વિશુદ્ધ ચારિત્રને પાળીને ભોગાદિ નિદાનને કરે છે તે વરાક રાંકડો (દીન) ફલદાનમાં સમર્થ એવા નંદનને=બગીચાને વધારીને ભસ્મ કરે છે. I૧૮૮" ).
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પ૮/૩૨થા. ભાવાર્થ :
ધર્મ એ કલ્પવૃક્ષ છે, તેથી જેમ કલ્પવૃક્ષ સર્વ પ્રકારનાં ઇષ્ટ ફલને આપનાર છે તેમ ધર્મ આત્માને સંસારમાં રહે ત્યાં સુધી અધિક અધિક સુખને આપે છે અને અંતે સર્વ ઉપદ્રવોથી રહિત પૂર્ણ સુખમય મોક્ષ આપે છે. તે ધર્મકલ્પવૃક્ષનું મૂળ સમ્યગ્દર્શનના અનેક પ્રકારના પરિણામો છે, તેથી જે મહાત્માઓ સદા જિનવચનના પરમાર્થને જાણીને જિનવચન પ્રત્યેના રુચિના ભાવોને અતિશય અતિશયતર કરે છે તેમાં ધર્મકલ્પવૃક્ષનું મૂળ વિસ્તારને પામે છે. અને મૂળમાંથી વૃદ્ધિ પામેલું વૃક્ષ જેમ મજબૂત થડરૂપે બને છે, તેમ આત્મામાં સમ્યગ્દર્શનરૂપ મૂળ વૃદ્ધિ પામીને જ્ઞાનાદિ વિષયક વિશુદ્ધ વિનયનું સેવન અને વિધિરૂપ થડ પ્રગટ થાય છે. અને જેમ તે વૃક્ષના થડમાંથી શાખા-પ્રશાખા પ્રગટ થાય છે તેમ શાસ્ત્રમાં વિહિત એવા દાનાદિધર્મરૂપ શાખા-પ્રશાખા આત્મામાં પ્રગટ થાય છે. તે શાખા-પ્રશાખામાં જેમ પાંદડાઓ ફૂટે છે તેમ નિરતિશય એવા દેવભવની અને મનુષ્યભવની સુખસંપત્તિઓ આત્મામાં પ્રગટ થાય છે. જેમ કે વૃક્ષમાં ફળ પ્રગટ થાય છે તેમ તે ધર્મરૂપી કલ્પવૃક્ષમાં સર્વ ઉપદ્રવરહિત એવા મોક્ષસુખરૂપ ફળ પ્રગટ થાય છે. પરંતુ આલોક અને પરલોકની આશંસા કરવાથી તેવા સુંદર ધર્મરૂપી કલ્પવૃક્ષનો નાશ થાય છે, તેથી આલોક અને પરલોકની આશંસારૂપ નિદાનનો સાધુએ અત્યંત પરિહાર કરવો જોઈએ.
આ રીતે વારંવાર ભાવન કરવાથી સાધુને પોતાના સેવાયેલા ધર્મના ફળરૂપે આલોકના કે પરલોકના ફળની આશંસા થતી નથી અને સદા આત્માની ગુણવૃદ્ધિને અનુકૂળ ઉદ્યમ કરીને તે મહાત્મા પોતાના ધર્મરૂપી કલ્પવૃક્ષને પુષ્ટ પુષ્ટતર કરે છે. પ૮/૩૨૭ના અવતરણિકા - तर्हि किं कर्त्तव्यमित्याह -