________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૩૯, ૪૦
ટીકાર્ય
:
‘ધર્માય’
ધમ્મચિંતા ।। ધર્મ માટે=ધર્મના આધાર એવા શરીરના ટકાવવા દ્વારા અને ધર્મ માટે જ ઉપભોગ કરે=આહાર વાપરે, પરંતુ શરીરના વર્ણ-બલાદિ માટે પણ આહાર વાપરે નહિ અને તે પ્રમાણે આર્ષઆગમ, છે
“વેદના=સુધાવેદના, વૈયાવચ્ચ, ઈર્યાસમિતિ, સંયમ અને પ્રાણધારણ માટે અને છઠ્ઠું વળી ધર્મચિંતા માટે આહાર વાપરે.” (ઉત્તરાધ્યયનસૂત્ર-૨૬/૩૩) ।।૩૯/૩૦૮॥
-
ભાવાર્થ:
સાધુ લાવેલા આહારમાંથી જ ઉચિત એવા બાલાદિને જે સુંદર આહાર હોય તે આપ્યા પછી જે અવશિષ્ટ અન્નાદિ હોય તેને પણ ધર્મની વૃદ્ધિ અર્થે જ ઉપભોગ કરે પણ શરીરના બળના સંચય અર્થે કે શરીરની સ્વસ્થતા અર્થે આહાર વાપરે નહિ; કેમ કે શાસ્ત્રમાં છ કારણોથી જ આહાર વા૫૨વાની અનુજ્ઞા આપેલ છે.
સૂત્ર :
૨૯૩
(૧) ક્ષુધાવેદના ધર્મધ્યાનમાં વ્યાઘાતક થતી હોય તેના પરિહાર અર્થે સાધુ આહાર વાપરે. અથવા (૨) આહાર વાપરીને સંચિત બળ દ્વારા ગુણવાનની વૈયાવચ્ચ કરીને અધિક નિર્જરા થાય તેમ હોય તો આહાર વાપરે. અથવા (૩) આહાર નહિ વાપરવાથી ચક્ષુમાં અંધારા વગેરે આવે, તેથી ઈર્યાસમિતિનું પાલન ન થાય તેના નિવારણ અર્થે આહાર વાપરે. અથવા (૪) સંયમનાં ઉચિત અનુષ્ઠાનો અપ્રમાદભાવથી થાય તેમાં ઉપખંભક થાય તેટલો આહાર વાપરે અથવા (૫) અકાળે પ્રાણનો ત્યાગ ન થાય, તેથી પ્રાણના રક્ષણ માટે આહાર વાપરે. (૬) વળી, ધર્મના ચિંતવનમાં શિથિલતા આવે તેમ હોય તેના નિવારણ અર્થે સાધુ આહાર વાપરે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જે સાધુ આ છ કારણોમાંથી કોઈ ઉચિત કારણથી આહાર વાપરતા હોય તો તે આહારથી ધર્મની જ વૃદ્ધિ થાય છે; કેમ કે આહારથી પુષ્ટ થયેલા દેહના બળથી સુખપૂર્વક વિશિષ્ટ ધર્મના અનુષ્ઠાનમાં તે મહાત્મા ઉદ્યમ કરી શકે છે. II૩૯/૩૦૮॥
અવતરણિકા :
तथा
અવતરણિકાર્થ :
અને
-
-
વિવિવસતિસેવા ||૪૦/૨૦૧||