________________
૨૮૭
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૩૩, ૩૪ સૂત્ર :
યોગ્યે પ્રહામ્ પારૂરૂ/રૂ૦૨ા સૂત્રાર્થ -
અયોગ્યનું અગ્રહણ કરવું જોઈએ. ll૧૩/૩૦ચા ટીકા :_'अयोग्ये' उपकाराकारकत्वेनानुचिते पिण्डादावग्रहणम् अनुपादानं कार्यमिति ।।३३/३०२।। ટીકાર્ય :
‘ગણો' ... શાિિત | ઉપકારના અકારકપણાથી અનુચિત એવા પિંડાદિને સાધુએ ગ્રહણ કરવા જોઈએ નહિ.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. Im૩૩/૩૦૨ાા ભાવાર્થ -
સાધુએ જેમ શુદ્ધ પિંડનું ગ્રહણ કરવું આવશ્યક છે તેમ સંયમવૃદ્ધિમાં ઉપકારક હોય તેવા જ અને તેટલા જ આહારાદિ ગ્રહણ કરવા જોઈએ, પરંતુ શુદ્ધ મળે છે માટે ગ્રહણ કરવામાં વાંધો નથી કે નિમિત્તશુદ્ધિ થઈ છે તેમ વિચારીને ગ્રહણ કરવામાં વાંધો નથી તેવો વિકલ્પ કરીને પોતાને જે ગમે તેવા આહાર આદિ ગ્રહણ કરવા જોઈએ નહિ. આથી જ સાધુને નિર્દોષ વસતિ પ્રાપ્ત થતી હોય અને સંયમમાં ઉપકારક હોય તેનાથી અધિક પ્રમાણવાળી વસતિ ગૃહસ્થ તરફથી ઉપલબ્ધ હોય તો પણ પોતાને સંયમમાં જેટલી ઉપકારક હોય તેટલી જ વસતિ યાચના કરીને સાધુ ગ્રહણ કરે છે, અન્ય વસતિ ગ્રહણ કરતા નથી. તે રીતે આહાર આદિ સર્વ વસ્તુ પણ સંયમવૃદ્ધિમાં ઉપકારક હોય તેટલા જ પ્રમાણમાં અને સંયમને ઉપકારક હોય તેવી જ વસ્તુ સાધુ ગ્રહણ કરે પરંતુ અયોગ્ય આહારાદિને ગ્રહણ કરે નહિ. I૩૩/૨૦શા અવતરણિકા -
તથા -
અવતરણિકાર્ય :
અને –
સૂત્ર :
કચયોથી પ્રહ: Tીરૂ૪/૩૦રૂTI