________________
૨૮૬.
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૩૨, ૩૩ कुशलक्रियापूर्वकं निमित्तान्तरमन्वेषणीयम्, एवं यदा त्रीन् वारान् निमित्तशुद्धिर्न स्यात् तदा तद्दिने न तेन 'किञ्चिद्' ग्राह्यम्, यदि परमन्यानीतं भोक्तव्यमिति ।।३२/३०१।। ટીકાર્ય :
નિમિત્તે'... મોતિ નિમિત્ત પ્રવૃત્ત થયે છતગ્રહણ કરવા માટે અભિલલિત એવા ઉચિત આહાર આદિના, શુદ્ધિ અશુદ્ધિનાં સૂચક ઉપયોગના કારણ સાધુજનપ્રસિદ્ધ એવા શુકન પ્રવૃત્ત થયે છતે, ઉપયોગ કરવો જોઈએ. આહારગ્રહણના વિષયમાં નિમિત્ત જાણવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અને અહીં આહાર ગ્રહણ કરવાના વિષયમાં, નિમિત્તની અશુદ્ધિ થયે છતે ચૈત્યવંદન આદિ કુશલ ક્રિયાપૂર્વક અન્ય નિમિત્તનું અન્વેષણ કરવું જોઈએ. આ રીતે જો ત્રણ વખત કરવા છતાં નિમિતશુદ્ધિ ન થાય તો તે દિવસે સાધુએ કાંઈ ગ્રહણ કરવું જોઈએ નહિ. જો ચાલે તેમ ન હોય તો અત્યથી લાવેલું ભોજન વાપરવું જોઈએ.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૩૨/૩૦ના ભાવાર્થ
સાધુએ સંયમજીવનમાં ઉપખંભક એવા આહારાદિ ગ્રહણ માટે જતાં પૂર્વે પોતાને પ્રાપ્ત થતો આહાર શુદ્ધ મળશે કે અશુદ્ધ મળશે તેના સૂચક એવા શુકનમાં ઉપયોગ કરવો જોઈએ અને જો નિમિત્તની શુદ્ધિ ન દેખાય છતાં સાધુ જાય તો ભિક્ષાની પ્રાપ્તિમાં દોષની પ્રાપ્તિ થાય અને સંયમજીવન વિનાશ પણ પામે; તેથી શુકનનો યથાર્થ નિર્ણય કરીને ભિક્ષા માટે જવું જોઈએ. અને નિમિત્તમાં ઉપયોગ રાખવાથી જણાય કે નિમિત્તની શુદ્ધિ થઈ નથી તો શાસ્ત્રવિધિ અનુસાર ચૈત્યવંદન આદિ કુશલ ક્રિયા કરીને ફરી નિમિત્તની ગવેષણા કરવી જોઈએ. જો નિમિત્તની શુદ્ધિ જણાય તો ભિક્ષા માટે જવું જોઈએ. જો આ રીતે ત્રણ વાર કરવા છતાં નિમિત્તની શુદ્ધિ ન થાય તો સાધુએ તે દિવસે કોઈ વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહિ અને જો ભિક્ષા વિના ચાલે તેમ ન હોય તો અન્ય સાધુ દ્વારા લાવેલો આહાર વાપરવો જોઈએ, પરંતુ સ્વયં આહાર ગ્રહણ કરવા માટે જવું જોઈએ નહિ.
આનાથી એ ફલિત થાય કે સાધુ કલ્યાણના અત્યંત અર્થી છે, તેથી જીવનમાં કોઈક એવા પણ કારણે અકલ્યાણની પ્રાપ્તિ ન થાય અને પોતાનું અહિત ન થાય તેના માટે જે જે ઉચિત ઉપાયો છે તેનું સેવન કરે છે તેમ પોતાના અહિતના નિવારણના ઉપાયરૂપ નિમિત્તશુદ્ધિમાં પણ ઉચિત યત્ન કરે છે, જેથી પોતાનું અકલ્યાણ કોઈ રીતે પ્રાપ્ત ન થાય. l૩૨/૩૦૧ અવતરણિકા -
निमित्तशुद्धावपि - અવતરણિકા:નિમિત્તશુદ્ધિમાં પણ –