________________
૨૮૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૩૦, ૩૧
“બાલ, વૃદ્ધ, નપુંસક, જડ, કલબ (સત્વહીન). રોગી, ચોર, રાજાનો અપકારી, ઉન્મત્ત, મિથ્યાષ્ટિ, દાસ, દુષ્ટ, મૂઢ, દેવાદાર, જુગિત, અવબદ્ધક, ભૂતક અને શૈક્ષનિસ્ફટકઅપહરણ કરીને દીક્ષા આપવી તે એ અઢાર પુરુષોને પ્રવ્રજ્યા આપવાનો નિષેધ છે. II૧૮૧-૧૮૨ા
ગર્ભિણી સ્ત્રી, બાલવત્સા–નાના બાળકવાળી સ્ત્રીને પ્રવજ્યા આપવી કલ્પતી નથી=પુરુષોના ઉપર બતાવેલા અઢાર પ્રકારો અને આ બે પ્રકારવાળી એમ વીસ પ્રકારની સ્ત્રીને પ્રવ્રજ્યા આપવાનો નિષેધ છે. II૧૮મા” (નિશીથસૂત્ર૦)
અને
“પંડક, ક્લીબ, વાતિક, કુંભી, ઈર્ષાળુ, શકુનિ, તત્કર્મસેવી, પાક્ષિક-અપાક્ષિક, સૌગંધિક અને આસક્ત આ દસ પ્રકારના નપુંસકને પ્રવ્રજ્યા આપવાનો નિષેધ છે. II૧૮૪ા” (નિશીથસૂત્ર )
અને આનું સ્વરૂપ નિશીથઅધ્યયનથી જાણવું. ૩૦/૨૯૯ ભાવાર્થ :
સાધુને સંયમની વૃદ્ધિનું કારણ બને તેવા શુદ્ધ આહાર, શુદ્ધ વસતિ, શુદ્ધ વસ્ત્રાદિ ધર્મઉપકરણ ગ્રહણ કરવાં જોઈએ પરંતુ અત્યંત કારણ વગર અશુદ્ધ પિંડાદિનું ગ્રહણ કરવું જોઈએ નહિ. વળી, દીક્ષા આપવાને યોગ્ય નથી એવા બાલ, વૃદ્ધ, નપુંસક આદિને પ્રવજ્યા આપવી જોઈએ નહિ; કેમ કે અયોગ્યને દીક્ષા આપવાથી તેઓનું કલ્યાણ થઈ શકે નહિ, ધર્મના લાઘવની પ્રાપ્તિ થાય અને આજ્ઞા વિરુદ્ધ દીક્ષા આપેલ હોવાથી દીક્ષા આપવાની ક્રિયા પાપબંધનું કારણ થાય.
વળી, અશુદ્ધ પિંડાદિનું ગ્રહણ પણ આજ્ઞા વિરુદ્ધ હોય તો અવશ્ય પાપબંધનું કારણ થાય. માટે સાધુએ સંયમની વૃદ્ધિ માટે અનુચિત હોય તેવી કોઈ વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહિ. Il૩૦/૨લી અવતરણિકા :
તથા –
અવતરણિકા :
અને –
સૂત્ર :
ઉચિતે અનુજ્ઞાપના Iીરૂ9/રૂ૦૦ || સૂત્રાર્થ:ઉચિતમાંaઉચિત એવા આહારાદિમાં, અનુજ્ઞાપના કરવી જોઈએ. ll૩૧/૩ool