________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૨૯, ૩૦
‘અભિનિવેશસ્ય’
કૃતિ ।। અપ્રજ્ઞાપનીયતા મૂળ બીજ છે જેને એવા મિથ્યાઆગ્રહરૂપ અભિનિવેશનો સર્વ કાર્યમાં ત્યાગ કરવો જોઈએ.
‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૨૯/૨૯૮
ભાવાર્થ:
સાધુએ સંયમના કંડકોની વૃદ્ધિ થાય તેવાં સર્વ ઉચિત કૃત્યો કરવાં જોઈએ છતાં જો કોઈ સાધુને તપાદિ કોઈક અનુષ્ઠાનો પ્રત્યે મિથ્યા આગ્રહરૂપ અભિનિવેશ હોય તો બલવાન યોગનો નાશ કરીને પોતાના અભિનિવેશવાળા અનુષ્ઠાનમાં ઉદ્યમ કરે છે અને તેવા સાધુને ગીતાર્થ ઉચિત યુક્તિથી સમજાવે કે આ અનુષ્ઠાન તેના માટે હિતકારી નથી પરંતુ અન્ય ઉચિત અનુષ્ઠાન તેના માટે હિતકારી છે. આમ છતાં જો તે સાધુને તે અનુષ્ઠાન પ્રત્યે મિથ્યાઆગ્રહ હોય તો તે ગીતાર્થ ઉપદેશકનાં વચનથી પણ તે અનુષ્ઠાનનો ત્યાગ કરીને બલવાન અન્ય અનુષ્ઠાનો સેવવા તત્પર થાય નહિ, તેથી તેના હિતનો વ્યાઘાત થાય. માટે કલ્યાણના અર્થી સાધુએ સંયમનાં સર્વ કૃત્યોમાંથી કોઈપણ કૃત્ય પ્રત્યે અભિનિવેશ રાખવો જોઈએ નહિ પરંતુ જેનાથી સંયમની વિશેષ વૃદ્ધિ થાય તેવું ઉચિત અનુષ્ઠાન સેવવું જોઈએ.
૨૦૨
ટીકાર્ય :
અહીં વિશેષ એ છે કે સાધુએ સદા શ્રુત, શીલ અને સમાધિમાં જ અભિનિવેશ રાખવો જોઈએ. અન્ય કોઈ કૃત્યમાં અભિનિવેશ રાખવો જોઈએ નહિ, તેથી સદા શક્તિના પ્રકર્ષથી શ્રુતજ્ઞાનના યથાર્થ અર્થને જાણવા પ્રયત્ન કરવો જોઈએ અને તે શ્રુતથી જણાતી દિશા અનુસાર ઉચિત ક્રિયામાં ઉદ્યમ કરવો જોઈએ, જે શીલના પાલનરૂપ છે અને જે શીલના પાલનથી મોહની આકુળતા ઉત્તરોત્તર ક્ષીણ થાય તે રીતે સમાધિમાં યત્ન કરવો જોઈએ; જેથી શ્રુત, શ્રુતથી નિયંત્રિત ક્રિયા અને ક્રિયાથી જન્ય વિશુદ્ધ વિશુદ્ધતર સમાધિની પ્રાપ્તિ થાય તે રીતે યત્ન કરવાથી અસંગભાવની પરિણતિ પ્રતિદિન ઉત્કર્ષને પ્રાપ્ત કરે છે. ||૨૯/૨૯૮॥
અવતરણિકા :
તથા -
અવતરણિકાર્થ :
અને –
સૂત્રઃ
સૂત્રાર્થ
--
અનુચિતાપ્રહામ્ ।।રૂ૦/૨૧૬।।
અનુચિતનું અગ્રહણ કરવું જોઈએ. ।।૩૦/૨૯૯]