________________
૨૮૧
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ / અધ્યાય-૫ | સૂત્ર-૨૮, ૨૯
“નિરાકરણ કરનાર પુરુષ જો પ્રાપ્ત ન થાય તો આશ્રય વગરની ક્ષમા કેવી રીતે પ્રાપ્ત થાય ? અર્થાત્ પ્રાપ્ત ન થાય. અને જે આશ્રયથીઃખલપુરુષોના પ્રલા૫ વખતે નહિ દ્વેષ કરવાના આશ્રયથી, મારા વડે શાંતિનું ફલ નિર્જરા પ્રાપ્ત કરાય છે, તે=તે ખલપુરુષ, કોની જેમ સસ્કૃતિને યોગ્ય નથી ? અર્થાત્ તેના પ્રત્યે દ્વેષ નહીં કરીને તે ખલપુરુષ સત્કાર કરવા યોગ્ય જ છે. II૧૭૮.” ) Il૨૮/૨૯ાા ભાવાર્થ -
સાધુએ પોતાના આત્માને તત્ત્વથી સદા ભાવિત રાખવો જોઈએ, છતાં કોઈ ખલપુરુષ અસંબદ્ધ પ્રલાપ કરીને ક્લેશ ઉત્પન્ન કરાવે તેવા વચનપ્રયોગો કરે ત્યારે સાધુએ તે વચનોનું શ્રવણ કરવું જોઈએ નહિ.
અહીં પ્રશ્ન થાય કે કોઈનાં વચનો બોલાતાં હોય ત્યારે તેના શ્રવણનું નિરાકરણ કઈ રીતે થઈ શકે ? એથી કહે છે –
પ્રલાપ પ્રત્યે દ્વેષ નહિ કરવાથી અને તેના અનુગ્રહના ચિંતવનથી યત્ન કરીને તે શ્રવણની ક્રિયાના ફળને નિષ્ફળ કરવું જોઈએ.
આશય એ છે કે તેવા શ્રવણના વચનકાળમાં સાધુએ વિચાર કરવો જોઈએ કે કર્મવશ જીવો પોતાના કાલુષ્યના કારણે યથાતથા પ્રલાપો કરે છે તે પ્રલાપને સાંભળીને દ્વેષ કરવાથી પોતાને શું પ્રાપ્ત થાય ? કાલુષ્યની જ પ્રાપ્તિ થાય. માટે પોતાના કાલુષ્યના પરિવાર માટે યત્ન કરવો જોઈએ અને તે બોલનાર વ્યક્તિના ક્લેશના પરિવાર માટે પોતાનાથી શું ઉચિત યત્ન થઈ શકે તેમ છે ? તે વિચારવું જોઈએ, જેથી તેના અનુગ્રહના ઉત્તમ અધ્યવસાયથી તે ખલપુરુષોના પ્રલાપો પણ પોતાને નિર્જરાનું કારણ બને છે. આ રીતે શાસ્ત્રવચનથી જે સાધુ ભાવિત રહે છે તેને ક્ષમાનું ફળ નિર્જરાની પ્રાપ્તિ થાય છે. ૨૮/૨૯૭ળા
અવતરણિકા :
તથા –
અવતરણિકાર્ય :અને –
સૂત્ર :
મિનિવેશત્યા: ર૬/૦૧૮ના
સૂત્રાર્થ –
સાધુએ અભિનિવેશનો ત્યાગ કરવો જોઈએ. ર૯/૨૯૮II ટીકા -
'अभिनिवेशस्य' मिथ्याऽऽग्रहरूपस्याऽप्रज्ञापनीयतामूलबीजस्य सर्वकार्येषु 'त्याग' इति તાર૧/૨૧૮