________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૧૩, ૧૪
૨૬૩
અર્થે ગમન કરતા હોય ત્યારે માર્ગમાં પ્રમાદનાં સ્થાનો જણાય તો જેમ સંસારી જીવો અવલોકન કરે છે તેમ સાધુ અવલોકન કરે નહિ; કેમ કે તે પ્રકારના અવલોકનમાં અનાદિ ભવઅભ્યસ્ત ભાવને કારણે પ્રમાદભાવ પ્રગટ થાય છે અને તેના કારણે તેવા પ્રસંગો જોવા કૌતુક થાય છે અને કૌતુક જોવાની ક્રિયામાં જેવો પ્રસંગ હોય અનુસાર કોપાદિ ભાવો થાય; જેથી અસંગભાવને અનુકૂળ થવાની સાધનાને બદલે નિરર્થક કૌતુકથી તે તે પ્રસંગને અનુકૂળ સંગના ભાવની પ્રાપ્તિ કરીને સાધુ કર્મબંધરૂપ અનર્થના ફળને પ્રાપ્ત કરે છે, માટે સાધુએ તેવાં કૃત્યોથી દૂર રહેવું જોઈએ. II૧૩/૨૮૨ા
અવતરણિકા :
तथा
-
અવતરણિકાર્ય
અને
સૂત્ર ઃ
:
--
તથાડશ્રવળમ્ ||૧૪/૨૮૩।।
સૂત્રાર્થ
તેની કથાનું અશ્રવણ સાધુએ કરવું જોઈએ-હિંસાના સ્થાન આદિ પ્રમાદસ્થાનોની કથાનું સાધુએ શ્રવણ કરવું ન જોઈએ. II૧૪/૨૮૩II
ટીકા ઃ
'तेषाम्' आघातादीनां 'कथायाः ' परैरपि कथ्यमानायाः 'अश्रवणम्' अनाकर्णनम्, तच्छ्रवणेऽपि રોષઃ પ્રવત્ ।।૨૪/૨૮૩।।
ટીકાર્ય ઃ
‘તેષામ્’ પ્રાવત્ ।। તેઓની=હિંસાસ્થાન આદિની કથાનું=બીજાઓ વડે કહેવાતી કથાનું શ્રવણ ન કરે; કેમ કે તેના શ્રવણમાં પણ પૂર્વસૂત્ર અનુસાર દોષની પ્રાપ્તિ છે. ૧૪/૨૮૩।।
ભાવાર્થ:
સાધુ સંયમની મર્યાદા અનુસાર ગમનાદિ વખતે હિંસા આદિ પ્રમાદસ્થાનોનું અવલોકન તો ન કરે; પણ ત્યાં થતા પ્રસંગોનું અન્ય કોઈ વર્ણન કરે તો તેનું શ્રવણ પણ કરે નહિ; કેમ કે તે શ્રવણમાં પ્રમાદને કા૨ણે કુતૂહલ થાય અને શ્રવણકાળમાં તે તે ક્રિયાને અનુરૂપ કોપાદિ ભાવો થાય જેથી કર્મબંધની પ્રાપ્તિ થાય. ||૧૪/૨૮૩॥