________________
૨૬૧
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૫| સૂત્ર-૧૨ ટીકાર્ચ -
રૂ વિઘેમિતિ | અહીં=સંસારમાં ત્રણ પ્રકારની ભિક્ષા છે. (૧) સર્વસંપન્કરી ભિક્ષા અર્થાત્ સર્વસંપતિ=સર્વકલ્યાણ, કરનારી, (૨) પૌરુષબ્લીભિક્ષા અર્થાત્ પુરુષાર્થનો નાશ કરનારી અને (૩) વૃત્તિભિક્ષા અર્થાત્ આજીવિકારૂપ ભિક્ષા. અને તેનું ત્રણ ભિક્ષાનું, આ લક્ષણ છે=આગળમાં બતાવાય છે એ લક્ષણ છે –
ધ્યાન આદિથી યુક્ત ગુરુઆજ્ઞામાં રહેલા સદા આરંભ વગરના જેવા સાધુ છે, તેમને સર્વસંપન્કરી ભિક્ષા કહેવાથી છે. II૧૬૧TI
વૃદ્ધાદિ માટે=બાલ, વૃદ્ધ, ગ્લાન માટે, ગૃહસ્થના ઉપકાર માટે અને પોતાના દેહના ઉપકાર માટે વિહિત છે=ભગવાન વડે વિહિત છે. એ પ્રકારના શુભાશયથી સંગ વગરના ભ્રમરની ઉપમાથી ભિક્ષા માટે ફરતા સાધુને સર્વસંપન્કરી ભિક્ષા છે, એમ અવય છે. ૧૬રા
પ્રવ્રયાને સ્વીકારેલા જે સાધુ તેના વિરોધથી=પ્રવ્રજ્યાની મર્યાદાના વિરોધથી, વર્તે છે=જીવે છે, અસઆરંભી એવા તેની ભિક્ષા પૌરુષષ્મી કહેવાય છે. II૧૬૩મા (હા અષ્ટક૫/૨, ૩, ૪)
જેઓ વળી ધન વગરના આંધળા, પંગુ ક્રિયાન્તરમાં સમર્થ નથી=ધન કમાવામાં સમર્થ નથી. આજીવિકા માટે ભિક્ષા ગ્રહણ કરે છે એ વૃત્તિભિક્ષા કહેવાય છે. II૧૬૪" (હા અષ્ટક૫/૬)
તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. તેથી ભિક્ષા વડે=પ્રસ્તાવથી સર્વસંપન્કરી લક્ષણ ભિક્ષા વડે, પિંડને ઉત્પાદન કરીને આહારને પ્રાપ્ત કરીને સાધુએ ભોજન કરવું જોઈએ.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૧૨/૨૦૧૫ ભાવાર્થ:
સાધુઓ સંયમ ગ્રહણ કર્યા પછી સંયમના સાધનભૂત દેહને ધારણ કરે છે, પરંતુ સંસારી જીવોની જેમ દેહરૂપ પરિગ્રહવાળા નથી. વળી, “ધર્મનું ઉપકરણ ધર્મની વૃદ્ધિનું કારણ બને તે રીતે તેનું રક્ષણ કરવું જોઈએ”, એ પ્રકારની શાસ્ત્રમર્યાદાનું સ્મરણ કરીને સંયમવૃદ્ધિનું કારણ ઉપસ્થિત થાય ત્યારે ઉચિત વિધિપૂર્વક ભિક્ષા ગ્રહણ કરે તો તે ભિક્ષા ગ્રહણકાળમાં શાસ્ત્રવચન અનુસાર યતના હોવાથી સંયમના કંડકોની વૃદ્ધિ થાય છે અને તે ભિક્ષા દ્વારા દેહનું પાલન કરીને તે મહાત્મા વિશેષ પ્રકારનાં સંયમમાં ઉદ્યમ કરીને આત્માની અસંગભાવની શક્તિની વૃદ્ધિ કરે છે; તેથી જે સાધુ ભિક્ષા ગ્રહણકાળમાં પણ અસંગભાવવાળા, ભિક્ષા વાપરવાના કાળમાં પણ અસંગભાવવાળા અને ભિક્ષાથી પુષ્ટ થયેલા દેહવાળા, ધ્યાનાદિમાં યત્ન કરીને વિશેષ અસંગભાવવાળા થાય છે, તેવા મહાત્માની ભિક્ષા સર્વકલ્યાણનું કારણ છે. માટે તે ભિક્ષાને સર્વ સંપન્કરી ભિક્ષા કહેવાય છે. I૧૨/૨૮થા