________________
સલ
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૧૦, ૧૧
જેનાથી અનાદિના સંગનો પરિણામ ક્ષીણ ક્ષીણતર થાય છે અને અસંગનો પરિણામ પ્રતિદિન વૃદ્ધિ પામે છે; આમ છતાં સંયમવૃદ્ધિના પ્રયોજનથી આહાર નિહાર આદિની પ્રવૃત્તિમાં છ કાયના આરંભનો ત્યાગ થાય તે રીતે સમિતિપૂર્વક સર્વપ્રવૃત્તિ કરે છે અને વિવેકસંપન્ન સાધુ પૃથ્વી આદિ છ કાયના સ્વરૂપને જાણના૨ા હોય છે, તેથી ગમન આદિ કાળમાં પૃથ્વી આદિ જીવોનું સંઘટ્ટન ન થાય તે રીતે યતનાપૂર્વક જાય છે. ક્વચિત્ અશક્ય પરિહાર હોય તો તેઓને અગાઢ પણ પરિતાપના ન થાય, માત્ર સ્પર્શ થાય એ પ્રકારની યતનાપૂર્વક પ્રવૃત્તિ કરે છે. અને અગાઢ પરિતાપનો પરિહાર શક્ય ન હોય તો પણ તે જીવોને ગાઢ પરિતાપના ન થાય અથવા નાશ ન થાય તે પ્રકારે શક્ય યત્ન કરે છે; જેથી આરંભના ત્યાગનો યત્ન થાય છે. II૧૦/૨૭૯]]
અવતરણિકા :
તથા —
અવતરણિકાર્ય :
અને
સૂત્રઃ
-
ત્રિધર્માદ્ધિઃ ।।૧૧/૨૮૦।।
સૂત્રાર્થ
ત્રણ પ્રકારની ઇર્યાની શુદ્ધિનું પાલન કરે. II૧૧/૨૮૦II
:
ટીકા ઃ
‘त्रिधा' ऊर्ध्वाधस्तिर्यग्दिगपेक्षया 'ईर्यायाः ' चङ्क्रमणस्य 'शुद्धि:' युगमात्रादिदृष्टिनिवेशरूपा
૫/૨૮૦ના
ટીકાર્ય :
‘ત્રિયા’ નિવેશરૂપા ।। ઉપર, નીચે અને તિર્થાની અપેક્ષાએ ત્રણ પ્રકારની ગમનક્રિયાની યુગમાત્રાદિ દૃષ્ટિના નિવેશરૂપ શુદ્ધિનું પાલન કરે. ૧૧/૨૮૦ના
ભાવાર્થ:
સાધુ સંયમના પ્રયોજન અર્થે ગમનની ક્રિયા કરતા હોય ત્યારે પોતાનાથી આગળમાં યુગ માત્ર=૩|| હાથ પ્રમાણ, દૃષ્ટિથી ભૂમિનું અવલોકન કરીને પાદન્યાસ થાય તે રીતે ગમન કરે છે. તે વખતે જેમ નીચેની ભૂમિ જુએ છે તેમ તિરછી દિશાથી કોઈ જંતુ આવીને પગ નીચે ન પડે તેનો પણ ખ્યાલ રાખે છે અને ઉપરથી પણ સહસા કોઈ જંતુ આવીને પગ નીચે ન પડે તેનો પણ ખ્યાલ રાખે છે. આ રીતે અત્યંત