________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૧૯, ૨૦
बहिर्भावलक्षणः तस्मात् कार्यः, अशक्यं नारब्धव्यमित्यर्थः, अशक्यारम्भस्य क्लेशैकफलत्वेन साध्यसिद्धेरनङ्गत्वात् ।।१९ / २८८ ।।
ટીકાર્ય ઃ
‘અશરે’ અનાવાત્ ।। અશક્યમાં=કોઈપણ વિગુણપણાના કારણે આચરણ ન થઈ શકે તેવા તપવિશેષાદિરૂપ કોઈક અનુષ્ઠાનમાં બહિચ્ચાર=બહિર્ભાવલક્ષણ બહિચ્ચાર, તેનાથી કરવો જોઈએ=તે અનુષ્ઠાનથી દૂર રહેવું જોઈએ=અશક્ય અનુષ્ઠાનનો આરંભ કરવો જોઈએ નહિ; કેમ કે અશક્ય આરંભનું ક્લેશ એકફલપણું હોવાના કારણે સાધ્ય સિદ્ધિનું=સંયમની વૃદ્ધિરૂપ સાધ્ય સિદ્ધિનું, અનંગપણું છે=અકારણપણું છે. ૧૯/૨૮૮॥
ભાવાર્થ:
સાધુએ સંયમના કંડકોની વૃદ્ધિ અર્થે શક્તિ અનુસાર તપાદિ અનુષ્ઠાનો સેવવાનાં હોય છે, આમ છતાં જે અનુષ્ઠાનથી જે પ્રકારના ભાવોની વૃદ્ધિની અપેક્ષા છે તે ભાવોની વૃદ્ધિના બદલે તે અનુષ્ઠાન સેવવાથી ચિત્ત ક્લેશને પામે તેવું હોય તે અનુષ્ઠાન બાહ્યથી સેવીને કર્મબંધની જ પ્રાપ્તિ થાય છે, પરંતુ નિર્જરાની પ્રાપ્તિ થતી નથી, તેથી સાધુએ સંયમના પરિણામોની વૃદ્ધિનું અંગ બને તેવાં જ અનુષ્ઠાનોમાં ઉદ્યમ કરવો જોઈએ અને સંયમમાં વ્યાઘાત કરે તેવા અશક્ય તપાદિ અનુષ્ઠાનનો આરંભ કરવો જોઈએ નહિ; કેમ કે તે અનુષ્ઠાન ક્લેશ એકફલવાળું હોવાથી નિર્જરારૂપ ફળની પ્રાપ્તિનું કારણ બનતું નથી. II૧૯/૨૮૮ll
અવતરણિકા :
तथा
-
અવતરણિકાર્ય :
અને
સૂત્રઃ
-
ગસ્થાનામાષળમ્ ।।૨૦/૨૮૬।।
સૂત્રાર્થ :
અસ્થાનમાં અભાષણ કરવું જોઈએ. II૨૦/૨૮૯લ્લા
=
૨૭૧
ટીકા ઃ
'अस्थाने' भाषितोपयोगायोग्यत्वेनाप्रस्तावे 'अभाषणं' कस्यचित् कार्यस्याभणनम्, एवमेव साधोर्भाषासमितत्वशुद्धिः स्यादिति ।।२० / २८९ ।।