________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૨૧
'अणायारं परक्कम्म नेव गूहे न निण्हवे ।
સુર્ફ સા વિયડમાવે અસંન્ને નિવિદ્।।૪।।” [વશવે૦ ૮।રૂર]
[उत्पन्नोत्पन्ना मायाऽनुमार्गतो निहन्तव्या ।
आलोचननिन्दनगर्हणाभिः न पुनश्च द्वितीयं [ वारं ] ।।१।।
44
अनाचारं पराक्रमं नैव गूहेत न निवीत ।
શુચિ: સા વિજ્યમાવ: અસંસòો નિતેન્દ્રિયઃ ।।૨।।] ।।૨/૨૦૧૫
ટીકાર્ય --
कुतोऽपि નિકૃવિ ।। કોઈપણ તેવા પ્રકારના પ્રમાદદોષથી=જિનવચન અનુસાર કરાતી સંયમની ઉચિત આચરણામાં સ્ખલના કરાવે તેવા પ્રકારના કોઈક રીતે થયેલા પ્રમાદદોષથી, સ્ખલિતની=કોઈક મૂળગુણ આદિ આચાર વિશેષમાં વિરાધનારૂપ થયેલી સ્ખલનાની, પ્રતિપત્તિ કરવી જોઈએ=સ્વતઃ પ્રેરિત અથવા પરથી પ્રેરિત છતાં તે સ્ખલનાનો સ્વીકાર કરવો જોઈએ અર્થાત્ તે સ્ખલિતના વિષયમાં કહેવાયેલ પ્રાયશ્ચિત્તના અંગીકારથી સ્વીકાર કરવો જોઈએ; કેમ કે તેના અસ્વીકારનું સ્ખલિત કાળના દોષથી અનંતગુણપણારૂપે દારુણપરિણામપણું છે. આથી જ કહેવાયું છે=સ્ખલના થયેલા દોષની શુદ્ધિ કરવી જોઈએ. આથી જ કહેવાયું છે
.....
“ઉત્પન્ન ઉત્પન્ન એવી માયા અનુમાર્ગથી=તરત જ નાશ કરવી જોઈએ. કેવી રીતે નાશ કરવી જોઈએ ? એથી કહે છે
૨૭૩
-
આલોચના, નિંદા, ગર્લ્ડ વડે નાશ કરવી જોઈએ. ફરી પણ બીજી વખત સેવવી જોઈએ નહિ. ।।૧૭૩।" (પંચવસ્તુક ૪૬૪)
“સદા સુ—શુચિ=પવિત્ર, વિકટભાવમાં અસંસક્ત=પ્રાયશ્ચિત્ત કરવામાં ક્યાંય આત્મવંચના નહિ કરનાર જિતેન્દ્રિય એવા સાધુએ અનાચારરૂપ પરાક્રમ છુપાવવું જોઈએ નહિ કે અપલાપ કરવો જોઈએ નહિ. ૧૭૪।” (દશવૈકાલિકસૂત્ર૮/૩૨) ૨૧/૨૯૦ના
ભાવાર્થ:
-
સાધુ શક્તિના પ્રકર્ષથી, સંસારના ઉચ્છેદ માટે પ્રયત્ન કરે છે છતાં અનાદિથી જીવે પ્રમાદ સેવેલો છે. આત્મામાં મોહના સંસ્કારો પડેલા છે, તેથી નિમિત્તને પામીને સાધુએ પણ તેવા પ્રકા૨નો પ્રમાદ દોષપ્રાપ્ત થાય તો મૂલગુણના કે ઉત્તરગુણના આચારમાં વિરાધનારૂપ સ્ખલનાની પ્રાપ્તિ થાય ત્યારે સાધુએ સ્વયંપ્રેરિત થઈને તેની શુદ્ધિ માટે ઉચિત યત્ન કરવો જોઈએ. વળી, ક્યારેક સ્વયં તે પ્રકારનો પ્રયત્ન થયો ન હોય અને પર કોઈ સાધુ તેની શુદ્ધિની પ્રેરણા કરે તેને સ્વીકારીને તેની શુદ્ધિના ઉપાયભૂત ઉચિત પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ ક૨વી જોઈએ; કેમ કે થયેલા દોષની શુદ્ધિ કરવામાં ન આવે તો તે દોષસેવનકાળમાં જે પ્રમાદ થયેલો