________________
૨૭૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૨૫, ૨૬ ભાવાર્થ :
સાધુએ સંયમજીવનમાં સંયમનાં સર્વ અનુષ્ઠાનો કરતી વખતે જે જે અનુષ્ઠાનોથી જે જે પ્રકારના સમભાવની વૃદ્ધિને અનુકૂળ ભાવોને પ્રગટ કરવાના છે તેને સ્મૃતિમાં રાખીને તે તે અનુષ્ઠાનોની ક્રિયા તે તે પ્રકારના સમભાવની વૃદ્ધિનું કારણ બને તે પ્રકારે રાધાવેધ સાધક પુરુષની જેમ અત્યંત ઉપયુક્ત થઈને કરવી જોઈએ; જેથી સંયમનાં સર્વ અનુષ્ઠાનો ઉત્તરોત્તરની સંયમવૃદ્ધિનાં કારણ બને તેવા ઉત્તમ સંસ્કારોનું આત્મામાં આધાન કરીને નિર્જરાની પ્રાપ્તિનું કારણ બને.
કેમ ઉપયોગપૂર્વક સર્વે અનુષ્ઠાન કરવું જોઈએ ? તેમાં યુક્તિ બતાવે છે – જે સાધુઓ સંયમનાં તપાદિ સર્વ અનુષ્ઠાનો તે તે પ્રકારના ઉપયોગ વગર કરે છે તે દ્રવ્ય અનુષ્ઠાન છે અર્થાત્ નિર્જરાની પ્રાપ્તિનું કારણ બને તેવાં અનુષ્ઠાન નથી, માત્ર કાયચેષ્ટારૂપ અનુષ્ઠાન છે; કેમ કે શાસ્ત્રમાં કહેલ છે કે “અનુપયોગ એ દ્રવ્ય છે.” તેથી અનુપયોગપૂર્વકનું સેવાયેલું અનુષ્ઠાન કાયચેષ્ટારૂપ ક્રિયા છે. ગુણનિષ્પત્તિને અનુકૂળ ક્રિયા નથી. આથી અભ્યાસદશાવાળા સાધુઓ પણ “ઉપયોગપૂર્વક અનુષ્ઠાન કરવું જોઈએ” એ પ્રકારના શાસ્ત્રવચનને શ્રવણ કરીને સતત સ્વશક્તિ અનુસાર ઉપયોગને તીક્ષ્ણ પ્રવર્તાવવા યત્ન કરે છે અને અનાભોગથી પણ અનુષ્ઠાનકાળમાં જે અલનાઓ થાય છે તેની વારંવાર નિંદા કરીને તે પ્રકારના પ્રમાદના પરિવાર અર્થે સદા ઉદ્યમ કરે છે. રિપ/૨૯૪ll અવતરણિકા :
તથા -
અવતરણિકાર્ચ -
અને – સૂત્ર -
નિશ્વિરિતોઃિ સાર૬/ર૦૧TI સૂત્રાર્થ -
નિશ્ચિત એવા હિતનું ભાષણ કરવું જોઈએ. ર૬/રલ્પા ટીકા :
'निश्चितस्य' संशयविपर्ययाऽनध्यवसायबोधदोषपरिहारेण निर्णीतस्य 'हितस्य' च परिणामसुन्दरस्योक्तिः भाषणम्, अत एव पठ्यते - "कुदृष्टं कुश्रुतं चैव कुज्ञातं कुपरीक्षितम् । માવનન સન્તો માને ન વાવન પાઉ૭૭TI ] ાર૬/રજી.