________________
૨૫૫
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૬, ૭ સૂત્રાર્થ -
વિધિથી પ્રવૃત્તિ કરવી જોઈએ. II૬/૨૭૫II ટીકા :
"विधिना' शास्त्रोक्तेन 'प्रवृत्तिः' प्रत्युपेक्षणाप्रमार्जनाभिक्षाचर्यादिषु साधुसमाचारेषु व्यापारणम् T૬/૨૭૫
ટીકાર્ય :
વિધિના' .. વ્યાપારમ્ | શાસ્ત્રોક્તવિધિથી પ્રત્યુપેક્ષણા, પ્રમાર્જના, ભિક્ષાચર્યાદિરૂપ સાધુ સામાચારીમાં વ્યાપાર કરવો જોઈએ. lig/૨૭૫ા ભાવાર્થ -
જે સાધુ ગુરુની આજ્ઞા અનુસાર સર્વ કૃત્ય કરે છે તે સાધુ શાસ્ત્રવિધિ અનુસાર જ સર્વ પ્રવૃત્તિ કરે છે; કેમ કે ગુરુની આજ્ઞા શાસ્ત્રવિધિ અનુસાર જ પ્રવૃત્તિ કરવાની છે. આમ છતાં શાસ્ત્રવિધિ અનુસાર કરવા પ્રત્યેનો બદ્ધરાગ કરાવવા અર્થે સ્વતંત્ર સૂત્રથી ગ્રંથકારશ્રી કહે છે કે શાસ્ત્રવિધિ અનુસાર સાધુના સર્વ આચારો પાળવા જોઈએ. તેમ કહેવાથી તે તે આચારોને કહેનારા ભગવાનનું સ્મરણ થાય છે અને ભગવાને આ ક્રિયાઓ આ વિધિપૂર્વક કરવાની કહી છે તેનું સ્મરણ થાય છે જેથી આજ્ઞાને દેનારા ગુરુ પ્રત્યે જેમ બહુમાન થાય છે તેમ શાસ્ત્રને બતાવનારા તીર્થકરોનું હંમેશાં સ્મરણ થાય છે અને તેઓએ પોતાના તુલ્ય વિતરાગ થવા માટે આ પ્રકારની બહિરંગ વિધિપૂર્વક અને ક્રિયાકાળમાં આ પ્રકારે સમભાવની વૃદ્ધિને અનુકૂળ અંતરંગ વિધિપૂર્વક આ ક્રિયાઓ કરવાની કહી છે તેવી ઉપસ્થિતિ થવાથી તે પ્રકારનો દઢ યત્ન થાય છે; જેથી હૈયામાં સદા વીતરાગ સ્મૃતિમાં રહે છે અને વીતરાગ તુલ્ય થવાને અનુકૂળ યત્ન સદા થાય છે, તેના કારણે દીક્ષિતને હંમેશાં કલ્યાણની પ્રાપ્તિ થાય છે. II૬/૨૭પા અવતરણિકા :
તથા -
અવતરણિકાર્ય :
અને – સૂત્ર :
લાત્માનુપ્રન્તિનમ્ II૭/૨૭દ્દા સૂત્રાર્થ :આત્માના અનુગ્રહનું ચિંતન કરવું જોઈએ. l૭/૨૭૬