________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૪
૨૫૩
અવતરણિકા :
તથા –
અવતરણિકાર્ય :
સાપેક્ષયતિધર્મનો પ્રથમ આચાર બતાવ્યા પછી બીજો આચાર બતાવે છે – સૂત્ર :
તમવિદુમાની I૪/ર૦રૂ II સૂત્રાર્થ -
ગુરુની ભક્તિ અને ગુરુ પ્રત્યે બહુમાન રાખવું જોઈએ. I૪/૨૭૩ ટીકા -
'तस्मिन्' गुरौ भक्तिः' समुचितानपानादिनिवेदनपादप्रक्षालनादिरूपा 'बहुमान'श्च भावप्रतिबन्धः In૪/ર૭રૂપા ટીકાર્ચ -
‘તસ્મિન્'..... માવતિનવઃ II તેમાંeગુરુમાં, સમુચિત અાપાનાદિ આપવા રૂપ અને પાદપ્રક્ષાલનાદિરૂપ ભક્તિ અને ભાવપ્રતિબંધરૂ૫=અંતરંગપ્રીતિરૂપ, બહુમાન રાખવું જોઈએ. ૪/૨૭૩ ભાવાર્થ -
સંયમ ગ્રહણ કર્યા પછી મોક્ષના અર્થી એવા શિષ્ય ગુણવાન ગુરુનો શિષ્યભાવ સ્વીકાર્યા પછી ગુણવાન ગુરુની ભક્તિ કરવી જોઈએ. કઈ રીતે ભક્તિ કરવી જોઈએ ? એથી કહે છે –
ઉચિત એવા આહાર-પાનાદિ આપવાં જોઈએ, જેથી દેહની સ્વસ્થતાને કારણે ગુરુ સ્વયં યોગમાર્ગમાં સુદઢ યત્ન કરી શકે અને અન્યને કરાવી શકે. વળી, ગુરુ બહારથી આવ્યા હોય ત્યારે પાદપ્રક્ષાલન આદિ દ્વારા તેમની ભક્તિ કરવી જોઈએ.
વળી, ગુરુના ગુણોનું સ્મરણ કરીને હંમેશાં તેમના ગુણો પ્રત્યેનો બહુમાનભાવ ધારણ કરવો જોઈએ. અર્થાત્ જે ગુરુ સંસારસાગરથી તરવા માટે સતત ભગવાનના વચનથી ભાવિત થઈને સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે અને અન્યને કરાવે છે તે ગુણોનું સ્મરણ કરીને તેમના પ્રત્યે રાગનો અતિશય કરવો જોઈએ, તેથી ગુરુના અનુશાસનના બળથી શિષ્ય પણ સુખપૂર્વક સંસારસાગરને તરી શકે છે. ll૪/૨૭૩