________________
૧૮૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪| શ્લોક-૩ ટીકા :
'विशुद्धं' निरतिचारं अत एव 'सत्' सुन्दरं 'अनुष्ठानं' स्थूलप्राणातिपातविरमणादि ‘स्तोकमपि' अन्यतमैकभङ्गकप्रतिपत्त्या अल्पम्, बहु तावन्मतमेवेत्यपिशब्दार्थः, 'अर्हतां' पारगतानां 'मतम् अभीष्टम, कथमित्याह-'तत्त्वेन' तात्त्विकरूपतया, न पुनरतिचारकालुष्यदूषितं बह्वप्यनुष्ठानं सुन्दरं मतम्, 'तेन च' तेन पुनर्विशुद्धनानुष्ठानेन करणभूतेन स्तोकेनापि कालेन 'प्रत्याख्यानम्' आश्रवद्वारनिरोधलक्षणं 'ज्ञात्वा' गुरुमूले श्रुतधर्मतया सम्यगवबुध्य प्रत्याख्यानस्य फलं हेतुं च 'सुबह्वपि' सर्वपापस्थानविषयतया भूयिष्ठमपि करोतीति गम्यते, स्तोकं तावदनुष्ठानं सम्पन्नमेवे त्यपि'शब्दार्थः, अयमभिप्रायः-स्तोकादप्यनुष्ठानादत्यन्तविशुद्धात् सकाशात् कालेन प्रत्याख्यानस्वरूपादिज्ञातुर्भूयिष्ठमपि प्रत्याख्यानं सम्पद्यत इति ।।३।। ટીકાર્ય :
વિશુદ્ધતિ , વિશુદ્ધ=નિરતિચાર, આથી જ સત=સુંદર એવું અનુષ્ઠાનઃસ્થૂલ પ્રાણાતિપાત વિરમણાધિરૂપ અનુષ્ઠાન, થોડું પણ અત્યતમ એક ભંગની પ્રતિપતિથી અલ્પ પણ=૧૨ વ્રતના જે ભાંગાઓ છે તેમાંથી કોઈ એક ભાંગાના સ્વીકારથી અલ્પ પણ, અનુષ્ઠાન અરિહંતોને અભિમત છે સંમત છે. કેવી રીતે અભિમત છે ? તેથી કહે છે – તત્વથી અભિમત છે તાત્વિકરૂપપણાથી અભિમત છે. પરંતુ અતિચારના કાલુષ્યથી દૂષિત ઘણું પણ અનુષ્ઠાન સુંદર સંમત નથી શક્તિનો વિચાર કર્યા વગર ઘણાં વ્રતો ગ્રહણ કરીને અતિચારોથી મલિન તેનું સેવન કરે તે અનુષ્ઠાન ભગવાનને સુંદરરૂપે સંમત નથી. વળી, તેનાથી=કરણભૂત એવા થોડા પણ વિશુદ્ધ અનુષ્ઠાનથી, આશ્રદ્વારના વિરોધરૂપ પ્રત્યાખ્યાનને જાણીને ગુરુ પાસે મૃતધર્મપણાથી પ્રત્યાખ્યાનનાં ફળ અને હેતુનો સમ્યમ્ બોધ કરીને, કાળથી કેટલાક સમયથી, સુબહુ પણ સર્વ પાપસ્થાનના વિષયપણાથી ઘણું પણ, કરે છે ઘણું પણ પ્રત્યાખ્યાન કરે છે. આ અભિપ્રાય છે શ્લોકનો આ અભિપ્રાય છે.
પ્રત્યાખ્યાનના સ્વરૂપ આદિને જાણનાર શ્રાવક અત્યંત વિશુદ્ધ એવા થોડા પણ અનુષ્ઠાનથી કાળે કરીને ઘણું પણ પ્રત્યાખ્યાન પ્રાપ્ત કરે છે. III ભાવાર્થ :
અવતરણિકામાં શંકા કરેલ કે શ્લોક-૨માં કહ્યું એ પ્રમાણે કોઈ શ્રાવક સ્વશક્તિ અનુસાર દેશવિરતિનું પાલન કરતા હોય તેનાથી તેઓને પરિપૂર્ણ ચારિત્રની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે છે ? તેનો ઉત્તર આપતાં કહે છે –
શૂલપ્રાણાવિપાતવિરમણ આદિ વ્રતોના જે અનેક ભાંગાઓ છે તે ભાંગાના યથાર્થ સ્વરૂપને જાણીને