________________
૨૩૯
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૪૧, ૪૨ ભાવાર્થ :
યોગ્ય દીક્ષાર્થી જીવને ગુરુ જ્યારે “કરેમિ ભંતે સૂત્ર” દ્વારા શીલનું આરોપણ કરે છે ત્યારે બોલાતા સૂત્ર અને અર્થમાં ઉપયોગ રાખીને તે પ્રકારનો પોતાનો અંતરંગ ભાવ ઉલ્લસિત થાય તે રીતે પ્રતિજ્ઞાનું શ્રવણ દિક્ષા લેનાર કરે. પ્રતિજ્ઞામાં ગ્રહણ કરેલ કે હું સામાયિક કરું છું, તેથી સામાયિકના પરિણામના બળથી તે મહાત્માનું ચિત્ત આત્માના સમભાવના પરિણામથી અન્યત્ર કોઈપણ અર્થમાં રાગ વગરનું બને છે, તેથી જગતના સર્વપદાર્થો પ્રત્યે અસંગપણું થવાને કારણે તે મહાત્માનું ચિત્ત, શત્રુ-મિત્ર આદિ સર્વ જીવો પ્રત્યે સમાન વૃત્તિવાળું બને છે, જેથી શત્રુને કે મિત્રોને જોઈને તે પ્રકારનો રાગનો કે દ્વેષનો પરિણામ થતો નથી, પરંતુ સંયમને ઉચિત ક્રિયાઓમાં દઢ યત્ન કરીને પ્રગટ થયેલા શીલને અતિશયિત કરવા માટે જ તે મહાત્મા યત્ન કરે છે. ll૪૧/૨૬૭ના અવતરણિકા :
ननु स्वपरिणामसाध्यं शीलं तत् किमस्य क्षेत्रादिशुद्ध्यारोपणेनेत्याशङ्क्याह - અવતરણિયાર્થ:
નથી શંકા કરે છે – સ્વપરિણામથી સાધ્ય શીલ છે–ગુરુના શીલના આરોપણ કાળમાં દીક્ષાર્થીના અંતરંગ સ્વપરાક્રમરૂપ સ્વપરિણામથી સાધ્ય અસંગ પરિણામરૂપ શીલ છે, તેથી આને=દીક્ષાર્થીને, ક્ષેત્રાદિની શુદ્ધિના આરોપણથી શું ? અર્થાત્ ક્ષેત્રાદિની શુદ્ધિપૂર્વક વ્રતના આરોપણથી શું ? એ પ્રકારની આશંકાને કરીને કહે છે – સૂત્ર :
अतोऽनुष्ठानात्तद्भावसम्भवः ।।४२/२६८ ।। સૂત્રાર્થ -
આ અનુષ્ઠાનથી=સૂમ-૪૦માં કહ્યું તે વંદનાદિપૂર્વક શીલના આરોપણરૂપ અનુષ્ઠાનથી, તેના ભાવનો સંભવ છેકઅસંગપરિણતિરૂપ સમભાવનો સંભવ છે. II૪૨/૨૬૮II. ટીકા :
'अतः' अस्माद् 'अनुष्ठानाद्' उक्तरूपशीलारोपणलक्षणात् 'तद्भावस्य' शीलपरिणामलक्षणस्य 'सम्भवः' समुत्पादः प्रागसतोऽपि जायते, सतश्च स्थिरीकरणमिति ।।४२/२६८।। ટીકાર્ય -
અત:'... સ્થિરીકરમિતિ | આ અનુષ્ઠાનથી=પૂર્વમાં કહેલા શીલ આરોપણરૂપ અનુષ્ઠાનથી