________________
૨૪૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૪૨, ૪૩ તેના ભાવનો શીલના પરિણામરૂપ ભાવનો, સંભવ છે=સમુત્પાદ છે અર્થાત્ પૂર્વમાં અવિદ્યમાન પણ શીલતો પરિણામ થાય છે અને વિદ્યમાન સ્થિર થાય છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૪૨/૨૬૮ ભાવાર્થ :
શીલના આરોપણ પછી યોગ્ય જીવમાં સામાયિકનો પરિણામ પ્રગટ થાય છે તેમ પૂર્વસૂત્રમાં કહ્યું. ત્યાં વિચારકને શંકા થાય કે સામાયિકનો પરિણામ જીવના સ્વપ્રયત્નથી થાય છે, તેથી ક્ષેત્રાદિની શુદ્ધિ દ્વારા અને કરેમિ ભંતે સૂત્ર દ્વારા શીલના આરોપણનું શું પ્રયોજન છે ? તેથી કહે છે –
યોગ્ય જીવ વંદનાદિની શુદ્ધિપૂર્વક ગુરુના મુખે “કરેમિ ભંતે' સૂત્ર શ્રવણ કરે તે વખતે સૂત્રમાં અત્યંત ઉપયોગપૂર્વક યત્ન કરે તો પ્રવ્રજ્યાગ્રહણકાળમાં સામાયિકના પરિણામરૂપ શીલ ઉત્પન્ન થાય છે, તેથી શીલની ઉત્પત્તિમાં ક્ષેત્રાદિ શુદ્ધિ બાહ્ય નિમિત્તરૂપે કારણ બને છે, વંદનાદિની ક્રિયા પૂર્વભૂમિકાના ચિત્તની નિષ્પત્તિનું કારણ બને છે અને કરેમિ ભંતે સૂત્ર દ્વારા સામાયિકના આરોપણની ક્રિયા સાક્ષાત્ ઉપયોગ દ્વારા શીલનિષ્પત્તિનું કારણ બને છે. અને કેટલાક યોગ્ય જીવોને સર્વવિરતિ ગ્રહણ કરવાનો અભિલાષ થાય અને ગુરુ પાસે રહીને ઉચિત ક્રિયાઓ કરતા હોય ત્યારે જ ભાવથી સર્વવિરતિનો પરિણામ પ્રગટ થયેલો હોય તોપણ વંદનાદિપૂર્વક શીલના આરોપણ દ્વારા તે પરિણામ સ્થિર થાય છે, તેથી શીલના પરિણામની અપ્રાપ્તિવાળા જીવોને શીલનું આરોપણ શીલની પ્રાપ્તિમાં પ્રબળ કારણ બને છે અને શીલના પરિણામવાળા જીવોને વિશેષ પ્રકારની શીલની પ્રાપ્તિનું કારણ બને છે; કેમ કે સામાયિકના પરિણામના રાગથી જ પ્રવ્રજ્યાગ્રહણની ક્રિયા થાય છે અને પ્રવર્ધમાન એવો સામાયિકનો રાગ જ સામાયિકના પરિણામની પ્રાપ્તિનું કારણ બને છે, અને પ્રાપ્ત થયેલા સામાયિકના પરિણામની વૃદ્ધિનું કારણ બને છે. I૪૨/૨૬૮II
અવતરણિકા :
તથા –
અવતરણિકાર્ય :
અને –
સૂત્ર :
તપોયો વારાં ચેતિ
રૂ/ર૬IT
સૂત્રાર્થ :
તપોયોગ કરાવવો જોઈએ. II૪૩/૨૬૯II