________________
૨૪૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | શ્લોક-૨, ૩ संसारविकारविरहितः, तथा 'परमानन्दरूपः ' सर्वोपमातीतानन्दस्वभावः, 'च'कारो विशेषणसमुच्चये, ‘दुष्करं' कृच्छ्रेण कर्तुं शक्यं 'तत्' यतित्वम्, 'न च नैवाद्भुतम्' आश्चर्यमेतत्, अत्यन्तमहोदयानां विद्यामन्त्रौषधादिसाधनानामिहैव दुष्करत्वोपलम्भात् इति ।।२।।
ટીકાર્થ ઃ
*****
अपवर्गो • કૃતિ ।। જેનું=તિપણાનું, જન્મ-મૃત્યુ આદિથી વર્જિત જન્મ-મરણ-જરાદિ સંસારના વિકારથી રહિત એવું મોક્ષ ફળ છે=કાર્ય છે. અને પરમાનંદરૂપ છે=સર્વ ઉપમાઓથી અતીત એવા આનંદ સ્વભાવવાળો છે. તે યતિપણું દુષ્કર=મુશ્કેલથી કરવું શક્ય છે, એ અદ્ભુત નથી જ=આશ્ચર્યકારી નથી જ; કેમ કે અત્યંત મહોદયવાળી=અત્યંત કલ્યાણનું કારણ એવી મંત્ર-ઔષધ આદિ સાધનાનું અહીં જ=સંસારમાં જ, દુષ્કરપણાનો ઉપતંભ છે.
‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૨।।
ભાવાર્થ:
પૂર્વશ્લોકમાં કહ્યું કે સાધુપણું અતિદુષ્કર છે. અતિદુષ્કર કેમ છે ? તે યુક્તિથી બતાવે છે ·
સંસારમાં કેટલીક વિદ્યાઓ આ ભવમાં મહાસમૃદ્ધિનું કારણ છે. તેવી વિદ્યાઓ પણ અલ્પસત્ત્વવાળા જીવો સાધી શકતા નથી, પરંતુ જેઓ ક્ષુધા-તૃષા-ઉપસર્ગો આદિ સર્વ ભાવોથી ૫૨ થઈને અત્યંત ઉપયોગપૂર્વક વિદ્યાને સાધવામાં યત્ન કરી શકે છે, તેઓ જ મહાન ઉદયવાળી એવી પણ વિદ્યા સાધી શકે છે. જ્યારે મોક્ષ તો સર્વ ઉપદ્રવોથી રહિત અને સર્વ ઉપમાઓથી અતીત આનંદ સ્વભાવવાળો છે. તેવા મોક્ષને સાધવા માટેના ઉપાયભૂત તિપણું દુષ્કર હોય તે આશ્ચર્યકારી નથી. માટે મહાસંચિતવીર્યવાળા જીવે જ તેમાં ઉદ્યમ કરીને કલ્યાણ સાધવું જોઈએ. IIII
અવતરણિકા :
एवं तर्हि कथमतिदुष्करं यतित्वं कर्तुं शक्यं स्यादित्याशङ्कयाह
અવતરણિકાર્થ:
આ રીતે છે=શ્લોક-૧, ૨માં કહ્યું એ રીતે છે, તો અતિદુષ્કર યતિપણું કરવું કઈ રીતે શક્ય થાય એ પ્રકારની આશંકા કરીને કહે છે
શ્લોક ઃ
---
भवस्वरूपविज्ञानात्तद्विरागाच्च तत्त्वतः । अपवर्गानुरागाच्च स्यादेतन्नान्यथा क्वचित् ।। ३ ।।