________________
રપ૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-પ/ શ્લોક-૩, સૂગ-૧ મહાત્મા તે બોધને અત્યંત સ્થિર કરવા ભવના તે સ્વરૂપથી આત્માને અત્યંત ભાવિત કરે, તેઓને ભવસ્વરૂપ પ્રત્યે ઉદ્વેગ થાય છે. કેવો ઉગ થાય છે ? તે બતાવે છે – જેમ તપાવેલા ગોળા ઉપર પગને સ્થાપન કરવા માટે સંસારી જીવોને ઉગ થાય છે, તેમ ભવનાં કારણો સેવવા પ્રત્યે તે મહાત્માને ઉદ્વેગ થાય છે.
આશય એ છે કે જેમ અગ્નિનો સંયોગ આત્માને દાહ ઉત્પન્ન કરે છે તેમ સંગના પરિણામથી જીવ અંતસ્તાપને પ્રાપ્ત કરે છે, તેથી જેમ અગ્નિના તપાવેલા ગોળા ઉપર પગ મૂકવાથી દાહની પીડા થાય છે તેમ સંસારના ભોગો પ્રત્યેના સંશ્લેષના પરિણામથી જીવ અંતરંગ વાપરૂપ પીડાને પ્રાપ્ત કરે છે. આવો બોધ થવાથી ભોગસ્વરૂપ ભવની પ્રવૃત્તિ પ્રત્યે તે જીવને ઉગ થાય છે, તેથી સ્વાભાવિક તે મહાત્માની પાંચેય ઇન્દ્રિયો અને મન વિષયથી પરાક્ષુખ બને છે અને આત્માની સ્વસ્થતારૂપ સમભાવની પરિણતિ પ્રત્યે તે મહાત્મા અભિમુખ બને છે.
વળી, મોક્ષ અંતરંગ સર્વ તંદ્ર રહિત હોવાથી કષાયોની પીડા વગરનો છે અને બહિરંગ દેહકર્માદિનો સંયોગ નહિ હોવાથી દેહકૃત અને કર્મકૃત ઉપદ્રવ વગરનો છે તેવો બોધ શાસ્ત્રવચનથી, યુક્તિથી અને અનુભવથી જે મહાત્માને સ્પષ્ટ થયો છે તે મહાત્માને પરમપદની ઉત્કટ સ્પૃહા થાય છે જેથી પરમપદની પ્રાપ્તિના અનન્ય ઉપાયભૂત યતિપણામાં તે મહાત્મા યત્ન કરી શકે છે.
વળી, જે મહાત્માએ ભવસ્વરૂપ વિજ્ઞાન આદિ ત્રણે ઉપાયોને સમ્યગુ સ્થિર કર્યા નથી તેઓ સંયમ ગ્રહણ કરે તો પણ કોઈ કાળમાં કે કોઈ ક્ષેત્રમાં સંસારના નિસ્તારનું એક કારણ એવું યતિપણું પ્રાપ્ત કરી શકે નહિ; કેમ કે સમ્યક ઉપાયથી જ ઉપય એવા સાધ્યની સિદ્ધિ થાય છે અને યતિભાવરૂપ સાધ્યના ભવસ્વરૂપ વિજ્ઞાન આદિ ત્રણ ઉપાયો છે. માટે મોક્ષના અર્થીએ જેમ મોક્ષના ઉપાયભૂત યતિભાવની ઇચ્છા કરવી જોઈએ તેમ યતિભાવના ઉપાયભૂત ત્રણ કારણોની ઇચ્છા કરીને તે ત્રણે ભાવોને સ્થિર કરવા જોઈએ; જેથી દુષ્કર પણ યતિભાવ તે મહાત્માને અવશ્ય પ્રાપ્ત થાય છે. ll
સૂત્ર :
____ इत्युक्तो यतिः, अधुनाऽस्य धर्ममनुवर्णयिष्यामः, यतिधर्मो द्विविधः - सापेक्षयतिधर्मो निरपेक्षयतिधर्मश्च ।।१/२७० ।। સૂત્રાર્થ -
આ પ્રમાણે શ્લોક-૧, ૨ અને ૩માં બતાવ્યું એ પ્રમાણે યતિ કહેવાયો. હવે આના-ચતિના, ધર્મનું વર્ણન કરીશું. યતિધર્મ બે પ્રકારનો છેઃ (૧) સાપેક્ષયતિધર્મ અને (૨) નિરપેક્ષયતિધર્મ. II૧/ર૭૦I