________________
ધર્મલિંદ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | શ્લોક-૧, ૨
૨૪૭
સ્વરૂપ બતાવ્યું. હવે દીક્ષા કેવા સ્વરૂપવાળી છે તે બતાવવા અર્થે પ્રથમ દીક્ષાનું પાલન કેવું દુષ્કર છે ? તે સ્પષ્ટ કરે છે –
જેમ કોઈ જીવ અનેક જલજંતુથી યુક્ત મોટા સમુદ્રમાં પડેલ હોય અને તે સમુદ્રમાંથી બે બાહુ દ્વારા તરીને બહાર નીકળવા માટે યત્ન કરે તે અતિદુષ્કર કાર્ય છે, છતાં સર્વથા અશક્ય નથી; કેમ કે તરવામાં કુશળ હોય અને મૃત્યુનો અત્યંત ભય હોય=જો હું શક્તિના પ્રકર્ષથી તરવા યત્ન નહીં કરું તો ડૂબીને મરી જઈશ એ પ્રકારનો મૃત્યુનો અત્યંત ભય હોય, તો અત્યંત કુશળતાપૂર્વક તે સમુદ્રને તરે છે તેમ સંસારરૂપી સમુદ્રમાં આપણો આત્મા પડેલો છે, જો સમુદ્રમાંથી તરીને બહાર ન નીકળે તો ચાર ગતિના પરિભ્રમણની વિડંબના સદા માટે તેને પ્રાપ્ત છે અને જેઓને સંસારસમુદ્રમાં પડેલા પુરુષની જેમ સંસારની વાસ્તવિક સ્થિતિનો બોધ છે, અને બે બાહુથી તરવામાં કુશળ તરવૈયાની જેમ જિનવચનના દઢ અવલંબનથી જેઓ અસંગ ભાવમાં જવા માટે યત્ન કરવામાં કુશળ છે તેઓ દુષ્કર પણ સંસારસમુદ્રને તરી શકે છે.
જેઓ તરવામાં કંઈક કુશળ છે છતાં ક્રૂર જલજંતુઓથી રક્ષણ કરવા સમર્થ નથી તેઓ પણ મહાસમુદ્રને તરી શકતા નથી તેમ ક્રૂર જલજંતુ જેવા અનાદિના મોહના સંસ્કારો અને કંઈક મોહના સંસ્કારોને જાગ્રત કરે તેવાં બાહ્ય નિમિત્તોથી જેઓ આત્માનું રક્ષણ કરી શકતા નથી તેઓ સૂક્ષ્મ બોધવાળા હોય, તરવાના અર્થી હોય અને જિનવચનના અવલંબનથી તરવા યત્ન કરતા હોય તોપણ પ્રમાદને વશ વિનાશને પામે છે. માટે સાધુપણું અતિદુષ્કર છે તેનું યથાર્થ જ્ઞાન કરીને અતિસંચિત વર્તવાળા થઈને તેને ગ્રહણ કરવામાં અને પાલન કરવામાં ઉદ્યમ કરવો જોઈએ એ પ્રકારનો પ્રસ્તુત શ્લોકનો ધ્વનિ છે. IIના અવતરણિકા :
अस्यैव दुष्करत्वे हेतुमाह - અવતરણિતાર્થ -
આના જ યતિભાવના જ, દુષ્કરપણાના હેતુને કહે છે – શ્લોક :
अपवर्गः फलं यस्य जन्ममृत्य्वादिवर्जितः ।
परमानन्दरूपश्च दुष्करं तन्न चाद्भुतम् ।।२।। શ્લોકાર્ચ -
જેનું ફળ=જે યતિપણાનું ફળ જન્મ-મૃત્યુ આદિપણાથી રહિત અપવર્ગ છે અને પરમઆનંદરૂપ છે. તે યતિપણું દુષ્કર છે (એ), અભુત નથી જ=આશ્ચર્યકારી નથી જ. ||રા ટીકા -
અપવ' મોક્ષ: “' વાર્થ “શુ' યતિત્વસ્થ “ન્મમૃત્વહિવતઃ' ન્મમરણનીતિ