________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૪ | શ્લોક-૬,
૨૪૫ ‘તાત્તિોડ'માં પ' શબ્દનો અર્થ કરે છે – વળી શુદ્ધ યતિથી અન્યથા ભૂત વસ્ત્ર ધારણ કરનારનું તો શું કહેવું? અર્થાત્ તેઓ તો યતિ નથી. ‘તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. list
આ પ્રકારે અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રમાણે, શ્રી મુનિચંદ્રસૂરિવિરચિત ધર્મબિન્દુની વૃત્તિમાં થતિની વિધિ રૂપ ચોથો અધ્યાય સમાપ્ત થયો. ભાવાર્થ :
પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારની વિધિ વગર જેઓ સંયમ ગ્રહણ કરે છે તેઓની ઉચિત પ્રવૃત્તિ કરવાની પ્રકૃતિ નહિ હોવાથી ભવભ્રમણની શક્તિ અલ્પ થયેલી નથી, તેથી ભગવાને કહેલી દીક્ષા ગ્રહણ વિષયક ઉચિત વિધિને જાણ્યા વગર અજ્ઞાનથી શાસ્ત્રની મર્યાદાના ઉલ્લંઘનપૂર્વક સંયમ ગ્રહણ કરવામાં ચેષ્ટા કરે છે તેવા જીવો સંયમ ગ્રહણ કરીને શુદ્ધ યતિ તુલ્ય નિર્દોષ, જીર્ણ, અસાર વસ્ત્રાદિ ધારણ કરતા હોય અને બાહ્યથી સાધ્વાચારની ક્રિયાઓ કરતા હોય તોપણ તેઓ ગૃહસ્થ પણ નથી અને સાધુ પણ નથી. અર્થાત્ ગૃહસ્થના આચારો સેવીને કલ્યાણને પ્રાપ્ત કરી શકે તેવી યોગ્યતાવાળા નથી અને સાધ્વાચારની ક્રિયાઓ કરીને સાધુપણાના ભાવને સર્વથા પ્રાપ્ત કરી શકતા નહિ હોવાથી સંયમની ક્રિયા પણ તેઓને કલ્યાણનું કારણ બનતી નથી; કેમ કે વિવેકપૂર્વકના ગૃહસ્થના આચારોથી જે ઉત્તમભાવો થાય છે અને વિવેકપૂર્વકના સંયમના આચારોથી જે ઉત્તમભાવો થાય છે તે બન્ને ભાવોથી તેઓ ભ્રષ્ટ છે. IIકા
ચોથો અધ્યાય સમાપ્ત