________________
૨૪૩
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ / અધ્યાય-૪ | શ્લોક-૫ ઈચ્છતા નથી=પ્રવજ્યાથી નિષ્પાવ નિર્મળ પરિણતિરૂપ સાધ્યની સિદ્ધિને ઈચ્છતા નથી. III ટીકા -
"एतत्' पुनः यतित्वं 'सम्भवत्यस्य' प्रव्रजितस्य सतः, कुत इत्याह-'सदुपायप्रवृत्तितः' 'सता' सुन्दरेण 'उपायेन' 'अर्होऽर्हसमीपे' इत्याद्युक्तरूपेण 'प्रवृत्तेः' चेष्टनात्, अत्रैव व्यतिरेकमाह-'अनुपायात्तु' उपायविपर्ययात् पुनः 'सिद्धिं' सामान्येन सर्वस्य कार्यस्य निष्पत्तिं 'नेच्छन्ति' 'न' प्रतिपद्यन्ते “ તાઃ' વાર્થસારવિમા વૃશતા, વતઃ પદ્ધત્તિ - “નાર ભવેત્ વાર્ય" ] ત્યાદિ પા. ટીકાર્ય :
તત્' ફારિ | વળી, આયતિપણું, આને=પ્રવ્રજિત છતાં પુરુષને, સંભવે છે. કેવી રીતે સંભવે છે? એથી કહે છે – ‘સઉપાયની પ્રવૃત્તિ હોવાના કારણે સારા=સુંદર, “યોગ્ય યોગ્ય સમીપે” ઈત્યાદિ કહેવાયેલા સ્વરૂપવાળા ઉપાયથી, પ્રવૃત્તિ હોવાના કારણે ચેષ્ટા હોવાના કારણે, સંભવે છે, એમ અવય છે. આમાં જsઉપાયથી પ્રવૃત્તિ કરવાને કારણે યતિભાવ સંભવે છે એમાં જ, વ્યતિરેકને કહે છે – વળી, અનુપાયથી=ઉપાયતા વિપર્યયથી, સિદ્ધિને સામાન્યથી સર્વકાર્યની નિષ્પત્તિને, પંડિત પુરુષો કાર્યકારણના વિભાગમાં કુશળ પુરુષો, ઈચ્છતા નથી. જે કારણથી કહેવાય છે – “અકારણ કાર્ય થતું નથી.” () ઇત્યાદિ. પા ભાવાર્થ
પૂર્વગાથામાં ભાવથી યતિ કેવા હોય તેનું સ્વરૂપ બતાવ્યું. હવે જેઓએ પૂર્વમાં બતાવ્યા પ્રમાણે દીક્ષાને યોગ્ય ગુણો પ્રાપ્ત કર્યા છે અને દીક્ષા આપવા માટે યોગ્ય એવા ગુરુના સમીપમાં સર્વ ઉચિત વિધિ અનુસાર પ્રવ્રજ્યા ગ્રહણ કરી છે; તેથી પ્રવજ્યાગ્રહણની વિધિકાળમાં જ ચિત્ત તેવા પ્રકારનું ઉપશાંત થયેલું છે, જેથી દીક્ષા ગ્રહણ કર્યા પછી સદા સંયમયોગમાં આસક્ત થઈને સંયમના પરિણામને વહન કરે છે. તેઓમાં ભાવથી યતિપણું છે; કેમ કે ભાવથી યતિપણાની પ્રાપ્તિના ઉચિત ઉપાયપૂર્વક યતિ થયેલ છે. તેથી અવશ્ય યતિત્વ પ્રાપ્ત થાય છે.
વળી, જેઓએ દીક્ષાને યોગ્ય ગુણો કેળવ્યા નથી અને કદાચ દીક્ષાને યોગ્ય ગુણો કેળવ્યા હોય છતાં દીક્ષા આપવા યોગ્ય એવા ગુરુનો વિચાર કર્યા વગર દીક્ષા ગ્રહણ કરેલ છે, કદાચ દીક્ષા આપવા યોગ્ય ગુરુ પાસે પણ ઉચિત વિધિ વગર દીક્ષા ગ્રહણ કરેલ છે તેથી અનુપાયથી દીક્ષાની પ્રવૃત્તિ હોવાને કારણે ભાવથી યતિભાવરૂપ સિદ્ધિને તેઓ પ્રાપ્ત કરી શકતા નથી તેમ પંડિતપુરુષો કહે છે. આપણા