________________
૨૩૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૪૦, ૪૧ વૃદ્ધિ થાય તે પ્રકારે સર્વ ઉચિત ક્રિયાઓ ગુરુ કરાવે. ત્યા૨પછી ગુરુ સામાયિક સૂત્રના ઉચ્ચારણપૂર્વક શિષ્યમાં શીલનું આરોપણ કરે. તે શિષ્ય પણ વંદનાદિ વિધિકાળમાં સૂત્રમાં અત્યંત ઉપયોગપૂર્વક તે ક્રિયા કરે તો તે ક્રિયાના બળથી જ શીલને અભિમુખ પરિણામવાળો બને છે. જ્યારે ગુરુ સામાયિક સૂત્રનું આરોપણ કરે ત્યારે સૂત્ર-અર્થમાં અત્યંત ઉપયુક્ત રહે તો અવશ્ય ભાવથી સામાયિકનો પરિણામ પ્રગટ થાય છે અને તે પરિણામની પ્રાપ્તિમાં વંદન આદિની શુદ્ધિ અંતરંગ કારણ બને છે અને ક્ષેત્રાદિની શુદ્ધિ બહિરંગ નિમિત્ત કારણ બને છે. II૪૦/૨૬૬ા
અવતરણિકા :
शीलमेव व्याचष्टे
અવતરણિકાર્ય :
શીલને જ કહે છે
-
ભાવાર્થ :
પૂર્વસૂત્રમાં કહ્યું કે ગુરુ ‘કરેમિ ભંતે’ સૂત્ર દ્વારા શીલનું આરોપણ કરે. ગુરુના તે શીલના આરોપણ દ્વારા દીક્ષાર્થીમાં જે શીલ ભાવરૂપે પ્રગટ થાય છે તેના સ્વરૂપને બતાવે છે
સૂત્રઃ
असङ्गतया समशत्रु मित्रता शीलम् ||४१ / २६७ ।।
સૂત્રાર્થ :
અસંગપણાથી=આત્માથી ભિન્ન દેહથી માંડીને સર્વ પુદ્ગલો પ્રત્યે અસંગપણું થવાને કારણે, સમશત્રુમિત્રતા શીલ છે. II૪૧/૨૬૭।।
ટીકા ઃ
'असङ्गतया' क्वचिदपि अर्थे प्रतिबन्धाभावेन 'समशत्रुमित्रता' शत्रौ मित्रे च समानमनस्कता શીલમુત્ત્વત કૃતિ ।।૪/૨૬૭।।
ઢીકાર્થ ઃ
‘અસાતવા’ રૂતિ ।। અસંગપણું હોવાને કારણે=આત્માથી ભિન્ન એવા કોઈપણ અર્થમાં પ્રતિબંધનો અભાવ હોવાને કારણે=રાગના પરિણામનો અભાવ હોવાને કારણે, સમશત્રુમિત્રતા=શત્રુ અને મિત્રમાં સમાન મનપણારૂપ શીલ કહેવાય છે.
‘કૃત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૪૧/૨૬૭મા
.....