________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ / અધ્યાય-૪| સૂત્ર-૩, ૪
૧૯૧ પૂર્વમાં પણ=પ્રવ્રજ્યાના સ્વીકારતા પૂર્વકાળમાં જ, રાજા આદિને બહુમત છે એમ અત્રય છે. સ્થિર=પ્રારબ્ધ કાર્યના અંતરાલમાં જ તે કાર્યના પરિત્યાગને નહિ કરનારો તે સ્થિર ગણાય. સમુપસંપન્ન શબ્દમાં ‘સમુ એ સર્વથા આત્મસમર્પણ રૂ૫ સમ્યમ્ વૃત્તિથી ઉપસંપન્ન=સાન્નિધ્યમાં આવેલો અર્થાત્ ગુણવાન એવા ગુરુને સર્વ પ્રકારે આત્મસમર્પણ રૂપ સમ્યમ્ વૃત્તિથી સંયમ ગ્રહણ કરવા માટે ગુરુના સામીપ્યમાં આવેલો પ્રવ્રયાયોગ્ય છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. [૩/૨૨૯ ભાવાર્થ :
જે શ્રાવક પ્રવજ્યાગ્રહણને સન્મુખ થયેલો છે તે શ્રાવકમાં પ્રસ્તુત સૂત્રમાં બતાવાયેલા ૧૩ ગુણોની અપેક્ષા શાસ્ત્રકારો રાખે છે. તેવા ગુણવાળા જીવો ઉત્તમ પ્રકૃતિવાળા હોય છે અને સંસારના વાસ્તવિક સ્વરૂપને જોનારા હોવાથી, સદા મનુષ્યપણાની દુર્લભતા આદિનો વિચાર કરીને ભવથી અત્યંત વિરક્ત થયેલા હોય છે, અને તત્ત્વના સમાલોચન દ્વારા જેઓએ કષાયો અને નોકષાયો અલ્પ કર્યા છે અને સંસારનું વાસ્તવિક સ્વરૂપ અને મોક્ષનું વાસ્તવિક સ્વરૂપ અને મોક્ષના ઉપાયભૂત સંયમનું વાસ્તવિક સ્વરૂપ જાણીને સ્થિર શ્રદ્ધાવાળા થાય છે કે આ સંસારના ઉચ્છેદનો એક ઉપાય જિનવચન અનુસાર સેવાયેલી પ્રવ્રજ્યા છે અને પ્રકૃતિથી સાત્ત્વિક હોવાથી જે કાર્ય પોતે સ્વીકારે તેને નિષ્ઠા સુધી વહન કરે તેવા સ્થિર પરિણામવાળા છે અને ગુણવાન એવા ગુરુનો નિર્ણય કરીને તેને સમર્પિત થવા માટે સંયમ લેવા તત્પર થયા છે એવા યોગ્ય જીવો પ્રવજ્યાગ્રહણ માટે શાસ્ત્રકારોને સંમત છે. Il૩/૨૨લા અવતરણિકા:
इत्थं प्रव्रज्यार्हमभिधाय प्रव्राजकमाह - અવતરણિકાર્ય :
આ રીતે સૂત્ર-૩માં કહ્યું એ પ્રમાણે પ્રવ્રજ્યાયોગ્યને કહીને પ્રવ્રાજકને કહે છે=પ્રવ્રજ્યા આપવા યોગ્ય ગુરુનું સ્વરૂપ કહે છે – સૂત્ર :
गुरुपदार्हस्तु इत्थम्भूत एव-विधिप्रतिपन्नप्रव्रज्यः १, समुपासितगुरुकुलः २, अस्खलितशीलः ३, सम्यगधीतागमः ४, तत एव विमलतरबोधात्तत्त्ववेदी ५, उपशान्तः ६, प्रवचनवत्सलः ७, सत्त्वहितरतः ८, आदेयः ९, अनुवर्तकः १०, गम्भीरः ११, अविषादी १२, उपशमलब्ध्यादिसम्पन्नः १३, प्रवचनार्थवक्ता १४, स्वगुर्वनुज्ञातगुरुपद ૧૧ ગ્રેતિ I૪/૨૩૦ના