________________
૧૯૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ / અધ્યાય-૪ | સૂત્ર-૫, ૬ ગુણવૃદ્ધિ કરી શકે છે.
વળી, દીક્ષા લેનારના કલ્યાણના પ્રબળ અંગભૂત ગુરુ પણ સર્વગુણોથી યુક્ત હોય તો શિષ્યને સન્માર્ગમાં તેની શક્તિ અનુસાર પૂર્ણ રીતે પ્રવર્તાવીને એકાંતે હિતનું કારણ બને છે. આમ છતાં કોઈક ગુરુ પૂર્વમાં બતાવેલા ગુણોમાંથી ચોથા ભાગથી ન્યૂન હોય તો દીક્ષાને આપવાને યોગ્ય મધ્યમ કક્ષાના છે. અને અર્ધગુણોથી ન્યૂન હોય તે ગુરુ દીક્ષા આપવાને યોગ્ય જઘન્ય કક્ષાના છે, તેથી તેવા ગુરુથી શિષ્યનું હિત પણ તે પ્રમાણે જ થઈ શકે. છતાં અન્ય ઉપાય ન હોય તો અપવાદથી તેવા ગુરુનો આશ્રય કરવો ઉચિત છે. પ/૨૩૧ અવતરણિકા :
अथैतस्मिन्नेवार्थे परतीर्थिकमतानि दश स्वमतं चोपदर्शयितुमिच्छुः 'नियम एवायमिति वायुः' इत्यादिकं 'भवन्ति अल्पा अपि गुणाः कल्याणोत्कर्षसाधकाः' इत्येतत्पर्यन्तं सूत्रकदम्बकमाह - અવતરણિકાર્ય :
હવે આ જ અર્થમાં=દીક્ષા લેનાર અને દીક્ષા આપનારની અપવાદિક યોગ્યતા સૂત્ર-પમાં બતાવી એ જ અર્થમાં, દશ પરતીર્થિકના મતને અને સ્વમતને દેખાડવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી નિયમ જ આ છે એ પ્રમાણે વાયુ કહે છે' (મૂત્ર-૬) ઇત્યાદિ સૂત્રથી માંડીને અલ્પ પણ ગુણો કલ્યાણના ઉત્કર્ષના સાધક થાય છે. (સૂત્ર-ર૧). ત્યાં સુધીના સૂત્રસમૂહને કહે છે – સૂત્ર :
નિયમ વિમિતિ વાયુ: Tદ્દ/૨૩૨IT. સૂત્રાર્થ:
નિયમ જ આ છે=પરિપૂર્ણ ગુણથી યુક્ત યોગ્ય હોય છે એ પ્રકારનો નિયમ જ છે, એ પ્રમાણે વાયુ નામના પ્રવાદિ વિશેષ કહે છે. II૬/૨૩શા ટીકા - - "नियम एव' अवश्यम्भाव एव 'अयं' यदुत परिपूर्णगुणो योग्यो नापरः पादप्रमाणादिहीनगुणः स्याद् ‘इत्येवं वायुः' वायुनामा प्रवादिविशेषः, प्राहेति सर्वत्र क्रिया गम्यते ।।६/२३२।। ટીકાર્ય :
‘નિયમ ... જયતે | નિયમ જ=અવયંભાવ જ આ છે અને તે નિયમ જ, “હુતીથી કહે છે – પરિપૂર્ણ ગુણથી યુક્ત "પા ભાગ પ્રમાણ" આદિ હીતગુણવાળો અપર નહિ એ પ્રમાણે વાયુ નામનો પ્રવાદિવિશેષ કહે છે – “કહે છે' એ પ્રમાણે આગળનાં સર્વસૂત્રોમાં ક્રિયાપદ અધ્યાહાર છે. II૬/૨૩૨I.