________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ / સૂત્ર-૨૨
(૩) પરીક્ષા :
આ રીતે યોગ્યતાનો નિર્ણય થયા પછી પણ નિપુણતાથી ગુરુએ તેની યોગ્યતાની પરીક્ષા કરવી જોઈએ; કેમ કે દીક્ષા ગ્રહણ કરતી વખતે ઉપદેશ આદિને સાંભળીને સત્ત્વશાળી જણાય તોપણ પ્રતિદિન પ્રવૃત્તિ દ્વારા સત્ત્વથી સંયમને અનુકૂળ ઉચિત ક્રિયાઓમાં ઉદ્યમ ન કરે તેવા જીવને દીક્ષા આપવાથી તેનો વિનાશ થાય છે. માટે ગુરુએ પરીક્ષા ક૨વી જોઈએ.
કઈ રીતે પરીક્ષા ક૨વી જોઈએ ? એથી કહે છે
–
૨૧૭
પ્રાયઃ કરીને તેવા જીવને છ મહિના પોતાની સાથે રાખીને તેની પરીક્ષા ક૨વી જોઈએ અને કોઈક પાત્રવિશેષ જણાય તો અલ્પકાળમાં પણ તેની પરીક્ષા કરીને નિર્ણય કરવો જોઈએ. કોઈક જીવવિષયક છ મહિનામાં પણ સ્પષ્ટ નિર્ણય ન થાય તો અધિક કાળ સાથે રાખીને પરીક્ષા ક૨વી જોઈએ. તે પરીક્ષાકાળ દરમ્યાન તેની ભગવાનના વચનની શ્રદ્ધા કેવી છે ? સમ્યક્ જ્ઞાન મેળવવા માટે તેનો યત્ન કેવો છે ? અને સંયમજીવનને અનુકૂળ એવી સંવરભાવની પરિણતિ કેવી છે ? તેનો તે તે ઉપાય વડે નિર્ણય ક૨વો જોઈએ.
(૪) કંઠથી સામાયિક આદિ સૂત્રનું પ્રદાન :
દીક્ષાર્થીને સાથે રાખ્યા પછી તેની કાંઈક યોગ્યતા છે એમ જણાય તો ગુરુ સાક્ષાત્ શબ્દ દ્વારા તેને સામાયિક સૂત્ર આપે અને તેણે ઉપધાન ન કરેલ હોય તોપણ સામાયિક સૂત્ર આપીને તેની શક્તિ અનુસાર સામાયિક સૂત્રના પારમાર્થિક અર્થનો બોધ કરાવે, જેથી તેને જ્ઞાન થાય સંયમ ગ્રહણ કર્યા પછી મારે સુખ-દુઃખ, શત્રુ-મિત્ર, જીવન-મૃત્યુ સર્વ ભાવો પ્રત્યે તુલ્ય પરિણામો ધારણ કરીને સામાયિક પ્રત્યેનો રાગ પ્રતિદિન વૃદ્ધિ થાય તે રીતે તેના ઉપાયરૂપે સદા નવું નવું શ્રુતઅધ્યયન કરીને આત્માને શ્રુતના ભાવોથી વાસિત ક૨વાનો છે અને દેહ અને ઇન્દ્રિયની અનુકૂળતાની ઉપેક્ષા કરીને સંયમની સર્વ ઉચિત ક્રિયા દ્વારા આત્માને સંવ૨-સંવ૨ત૨ ક૨વા માટે સદા ઉદ્યમ ક૨વાનો છે. જેથી મારો આ ભવવ્યાધિ ક્ષય પામે.
(૫) અન્ય પણ સૂત્રનું પાત્રતાની અપેક્ષાએ દાન :
વળી સૂત્રને અને તેના પરમાર્થને ગ્રહણ ક૨વાની તેની શક્તિનો નિર્ણય કરીને સાધુજીવનનાં ઉપકારક અન્ય સૂત્રોને પણ ગુરુ કંઠથી આપે અને તેની ભૂમિકા અનુસાર તેના અર્થોનો બોધ કરાવે. જેથી તે સૂત્રથી વાસિત મતિવાળો થઈને સંયમ ગ્રહણ કર્યા પછી પ્રતિદિન તે તે સૂત્રોની ક્રિયા દરમ્યાન તે તે ભાવોથી આત્માને વાસિત કરીને કલ્યાણને સાધી શકે. આ રીતે તેની પરીક્ષા કરીને સર્વ રીતે યોગ્ય જણાય તો તેને દીક્ષા આપે. જેથી દીક્ષા લેનારનું એકાંતે કલ્યાણ થાય.
ગુરુ સામાયિક આદિ સૂત્ર પ્રદાન કર્યા પછી દીક્ષા માટે તત્પર જીવને પોતાની પાસે ૨ાખે ત્યારે સર્વવિરતિને અનુકૂળ ઉત્તરોત્ત૨ શક્તિ સંચિત થાય તે પ્રકારે સામાયિક આદિ ઉચિત અનુષ્ઠાનોનો અભ્યાસ