________________
૨૨૯
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૩૨, ૩૩ સૂત્ર :
તથા નિવેદનમ્ (રૂ૨/૨૧૮ની સૂત્રાર્થ -
અને ગુરુને સમર્પણ થવું જોઈએ. I૩૨/૨૫૮ ટીકા - 'तथेति' विध्यन्तरसमुच्चयार्थः, 'गुरुनिवेदनं' सर्वात्मना 'गुरोः' प्रव्राजकस्यात्मसमर्पणं कार्यमिति
રૂ૨/૨૧૮ાા ટીકાર્ચ -
તથતિ'. વાર્થિિત ગુરુને નિવેદન કરે=સર્વ આત્માથી સર્વ પ્રકારથી ગુરુને પ્રવ્રાજક પોતાના આત્માનું સમર્પણ કરે.
સૂત્રમાં ‘તથા' શબ્દ વિધિ અંતરનો સમુચ્ચયાર્થ છે=પૂર્વની વિધિ કરતાં હવે બતાવે છે તે અન્ય વિધિ છે તેનો સંગ્રહ કરવા અર્થે છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. Im૩૨/૨૫૮ ભાવાર્થ :
માતાપિતા આદિની અનુજ્ઞા મેળવ્યા પછી ભગવાનના વચનને પરતંત્ર ચાલનારા સુગુરુને જો દીક્ષાર્થી પરતંત્ર થાય તો તેમના વચનાનુસાર બહિરંગ અને અંતરંગ ઉચિત પ્રવૃત્તિ કરીને પ્રકૃષ્ટથી પાપના ભાવથી પર થવા રૂપ પ્રવ્રજ્યાની પ્રાપ્તિ કરી શકે, ગુણવાન ગુરુ પણ તે યોગ્ય જીવને શાસ્ત્રનો પારગામી બનાવીને એકાંતે તેના હિતની ચિંતા કરે. તેથી ગુણવાન ગુરુને કલ્યાણના અર્થી દીક્ષા લેનારે એ રીતે સમર્પિત થવું જોઈએ જેથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય. ll૩૨/૨પ૮l અવતારણિકા :
इत्थं प्रव्रज्यागतं विधिमभिधाय प्रव्राजकगतमाह - અવતરણિકાર્ય :
આ રીતે પ્રવ્રજ્યાગત વિધિવે કહીને પ્રવ્રાજકગત એવા દીક્ષા આપનાર ગુરુ સંબંધી વિધિને કહે છે –
સૂત્ર :
અનુપ્રયાગમ્યુપામ: સારૂ રૂ/૨૧૬/