________________
૨૩૪
સૂત્રાર્થ
-
ભાવવૃદ્ધિનું કરણ II૩૭/૨૬૩||
ટીકા ઃ
'भावस्य' प्रव्रज्याभिलाषलक्षणस्य 'वृद्धिः' उत्कर्षः, तस्याः तैस्तैः प्रव्रज्याफलप्ररूपणादिवचनैः ‘રાં’ સમ્માનં તસ્યારૂ૭/૨૬૩।।
ટીકાર્ય ઃ
‘માવસ્ય’ ..... તસ્ય ।। પ્રવ્રજ્યાના અભિલાષ રૂપ ભાવની વૃદ્ધિ=ઉત્કર્ષ, તેનું તે તે પ્રવ્રજ્યા-ળના પ્રરૂપણાદિ વચનો વડે સંપાદન તેને-દીક્ષાર્થીને કરવું જોઈએ. ।।૩૭/૨૬૩।।
ભાવાર્થ :
પ્રવ્રજ્યા આપતાં પૂર્વે ગુરુ દીક્ષાર્થી પાસે નિરવઘ અનુષ્ઠાનનો અભ્યાસ કરાવે છે. જે અનુષ્ઠાનો આદ્યભૂમિકાવાળા જીવોને અતિ કષ્ટસાધ્ય છે, તેથી પ્રવ્રજ્યાને અનુકૂળ એવી ભાવવૃદ્ધિ થાય તે પ્રકારે ગુરુ ઉપદેશ આપે અને કહે કે જ્યાં સુધી મોહના પ્રબળ સંસ્કારો છે ત્યાં સુધી જ પ્રવ્રજ્યામાં યત્ન કરવો દુષ્કર છે પરંતુ સમ્યગ્ અભ્યાસના બળથી મોહના સંસ્કારો અલ્પ થશે ત્યારે તે પ્રવ્રજ્યા જ તત્કાલ સમભાવના સુખની પ્રાપ્તિનું કારણ બનશે અને સમભાવનો પરિણામ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને જીવની અસંગપરિણતિને પ્રગટ કરશે અને પ્રવ્રજ્યા કાળમાં વર્તતો સમભાવનો રાગ ઉત્તમ પુણ્યબંધનું કારણ થશે, તેથી આ પ્રકારના પાલનથી જન્માંતરમાં ઉત્તમ દેવભવ, ઉત્તમ મનુષ્યભવ અને પ્રવ્રજ્યાના ઉત્તમ સંસ્કારો સાથે આવશે, જેથી વિશેષ પ્રકારની પ્રવ્રજ્યાનું પાલન કરવાનું સામર્થ્ય પ્રગટશે અને પ્રવ્રજ્યાનું અંતિમ ફળ જન્મ-જરા-મૃત્યુ આદિ રૂપ સર્વ સંસારના ક્લેશોનો ક્ષય છે માટે કલ્યાણના અર્થીએ સદા પ્રવ્રજ્યાના ફળને સ્મૃતિમાં રાખીને પ્રવ્રજ્યાના સેવનમાં સદા અપ્રમાદ ક૨વો જોઈએ. આ પ્રકારે ગુરુ દીક્ષા આપ્યા પૂર્વે જ દીક્ષાર્થીમાં ભાવવૃદ્ધિનું સંપાદન કરે. II૩૭/૨૬૩॥
અવતરણિકા :
तथा
સૂત્રઃ
-
અવતરણિકાર્ય :
અને -
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર–૩૭, ૩૮
-
અનન્તરાનુષ્ઠાનોપદેશઃ ।।૩૮/૨૬૪||