________________
૨૩૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૩૩, ૩૪ સૂત્રાર્થ :
અનુગ્રહબુદ્ધિથી દીક્ષા લેનારને એકાંતે હિતની પ્રાપ્તિ થાય તેવી બુદ્ધિથી તેનો સ્વીકાર કરવો જોઈએ. ll૧૩/૨૫૯ll ટીકા :
गुरुणा अनुग्रहधिया' सम्यक्त्वादिगुणारोपणबुद्ध्या 'अभ्युपगमः' 'प्रव्राजनीयस्त्वम्' इत्येवंरूपः कार्यः, न पुनः स्वपरिषत्पूरणादिबुद्ध्येति ।।३३/२५९।। ટીકાર્ચ -
ગુરુ સ્વરિષ~રવિવુષ્યતિ | ગુરુ વડે અનુગ્રહબુદ્ધિથી=સમ્યક્ત આદિ ગુણોના આરોપણરૂપ અનુગ્રહબુદ્ધિથી સ્વીકાર કરવો જોઈએ="તું દીક્ષા આપવા યોગ્ય છે" એ પ્રમાણે સ્વીકાર કરવો જોઈએ, પરંતુ પોતાની પર્ષદાની પૂરણ આદિની બુદ્ધિથી દીક્ષા આપવી જોઈએ નહિ.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. Im૩૩/રપલ ભાવાર્થ :
દીક્ષા માટે તત્પર થયેલા યોગ્ય જીવને ગુરુએ સમ્યગ્દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમય ક્યારિત્રના આરોપણ દ્વારા તે જીવમાં તે તે રત્નત્રયીની પ્રવૃત્તિ દ્વારા ગુણવૃદ્ધિ થાય તે પ્રકારની અનુગ્રહબુદ્ધિથી તેને દીક્ષા આપવી જોઈએ, પરંતુ આ દીક્ષા લેશે તો મારી પર્ષદા વધશે અથવા મારી વૈયાવચ્ચ કરનાર થશે તેવી બુદ્ધિથી દીક્ષા આપવી જોઈએ નહિ. અને તેવી બુદ્ધિથી કોઈ દીક્ષા આપે તો દીક્ષાથી તે ગુરુને પણ પાપની પ્રાપ્તિ થાય. વળી શિષ્યમાં સમ્યક્ત આદિ ગુણની વૃદ્ધિ થાય તેવી અનુગ્રહબુદ્ધિથી દીક્ષા આપે અને તે પ્રમાણે સદા ઉચિત યત્ન કરીને તેનો અનુગ્રહ કરે તો ગુરુને પણ ઘણી નિર્જરાની પ્રાપ્તિ થાય.li૩૩/૨પલા અવતારણિકા :
તથા -
અવતરણિકાર્ય :અને –
સૂત્ર :
નિમિત્તપરીક્ષા ગારૂ૪/ર૬૦ સૂત્રાર્થ :નિમિતની પરીક્ષા કરવી જોઈએ. ll૩૪/૨૬oll