________________
૨૧૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૨, ૨૩ કરાવે, જેથી સામાયિક આદિ ગ્રહણ કરીને જો તે દીક્ષાર્થી સ્વભૂમિકા અનુસાર રત્નત્રયીની વૃદ્ધિ કરી શકે તો દીક્ષા ગ્રહણ કર્યા પછી તે પ્રકારે વિશેષ યત્ન કરી શકશે તેમ નિર્ણય થાય અને પરીક્ષાકાળમાં સર્વવિરતિને અનુકૂળ બલઆધાન થાય તે પ્રકારે તેને અનુષ્ઠાનનો અભ્યાસ કરાવે, જેથી દીક્ષા ગ્રહણ કર્યા પછી શીધ્ર ચારિત્રના પરિણામને પ્રાપ્ત કરે. રર/૨૪૮ા
અવતરણિકા :
તથા -
અવતરણિકાર્ય :
સૂત્ર-૨૨માં કહ્યું તે પ્રમાણે દીક્ષા માટે ઉપસ્થિતને પ્રશ્ન આદિ દ્વારા દીક્ષાની યોગ્યતા જણાય ત્યારપછી દીક્ષાર્થીને શું કરવું ઉચિત છે ? તે બતાવે છે –
સૂત્ર :
ગુનનાદ્યનુજ્ઞા / રરૂ/ર૪૨ સૂત્રાર્થ :
ગુરુજનની અનુજ્ઞા લેવી જોઈએ. ર૩/ર૪૯l. ટીકા :
'गुरुजनो' मातापित्रादिलक्षणः, 'आदि'शब्दात् भगिनीभार्यादिशेषसम्बन्धिलोकपरिग्रहः, तस्य ‘મનુજ્ઞા' “પ્રવ્રન ત્વમ્' રૂનુમતિરૂપા વિથિરિત્યનુવર્તતે પાર૩/૨૪૧ ટીકાર્ય :
ગુરુગનો' અનુવર્તતે II ગુરુજન માતા-પિતાદિ સ્વરૂપ છે. “ગારિ’ શબ્દથી બહેન, પત્ની આદિ શેષ સંબંધી લોકનું ગ્રહણ કરવું, તેની અનુજ્ઞાથી દીક્ષા ગ્રહણ કરવી જોઈએ, એ પ્રકારની અનુમતિરૂપ વિધિ છે. ll૧૩/૨૪૯ ભાવાર્થ :
સંયમ જીવન સામાયિકના પરિણામ રૂપ છે અને સામાયિક અત્યંત ઉચિત પ્રવૃત્તિ પ્રધાનરૂપ છે, તેથી દિક્ષાર્થીની દીક્ષા માટેની પ્રશ્નાદિ દ્વારા યોગ્યતા જણાયા પછી ગુરુ કહે કે માતા, પિતા, બહેન, ભાર્યા આદિ સર્વની અનુજ્ઞાપૂર્વક દીક્ષા ગ્રહણ કરવી જોઈએ, જેથી દીક્ષાના નિમિત્તે કોઈને ક્લેશ થાય નહિ અને અનુમતિને કારણે તેઓ પણ ઉત્સાહથી દીક્ષા આપે જેથી તેઓને પણ હિતની પ્રાપ્તિ થાય.IIB૩/૪