________________
૨૨૧
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૬, ૨૭ ટીકાર્ય :
વિપર્યયઃ' રૂત્તિ પ્રકૃતિથી વિપરીત ભાવરૂપ વિપર્યય ચિહ્નોનું સેવન કરે; કેમ કે તે વિપર્યય લિંગ મરણનું સૂચન છે તેના કારણે તે ગુરુ આદિ લોક આ સંનિહિત મૃત્યુવાળો છે એમ જાણીને પ્રવ્રજ્યાની અનુમતિ આપે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૨૬/રપરા ભાવાર્થ -
દીક્ષાર્થી જીવ અત્યાર સુધી જે તેની પ્રકૃતિ હતી તેનાથી વિપરીત ભાવોની ચેષ્ટા કરે, જે ચેષ્ટાને જોઈને ગુરુ આદિ લોકોને થાય કે આ પ્રકારનો પ્રકૃતિમાં વિકૃત ભાવ આસન્નમરણનો સૂચક છે. માટે તેને પ્રવજ્યા ગ્રહણ કરવાની અનુજ્ઞા આપીને તેના હિત માટે પ્રયત્ન કરવા દેવો જોઈએ. આ પ્રકારના યત્નથી પણ તેઓ પ્રવ્રજ્યાની અનુજ્ઞા આપે તો તે પ્રવ્રજ્યામાં સર્વની અનુજ્ઞાથી સર્વનું હિત થાય. ૨૬/રપરા અવતરણિકા :
विपर्ययलिङ्गानि तेषु स्वयमेवाबुध्यमानेषु किं कृत्यमित्याह - અવતરણિકાર્ય :વિપર્યય લિંગો તેઓ માતાપિતાદિ, સ્વયં જાણી શકતા ન હોય તો શું કરવું જોઈએ ? એથી કહે
સૂત્ર :
दैवज्ञैस्तथा तथा निवेदनम् ।।२७/२५३ ।। સૂત્રાર્થ -
દેવજ્ઞો વડે નિમિત્તશાસ્ત્રના પાઠકો વડે, તે તે પ્રકારે નિવેદન કરે. ll૨૭/૨૫all ટીકા :_ 'दैवज्ञैः' निमित्तशास्त्रपाठकैः ‘तथा तथा' तेन तेन निमित्तशास्त्रपाठादिरूपेणोपायेन 'निवेदनं' गुर्वादिजनस्य ज्ञापनं विपर्ययलिङ्गानामेव कार्यमिति ।।२७/२५३।। ટીકાર્ચ -
સૈવ ' વાર્થમિતિ / દેવતા જાણનારા એવા નિમિતશાસ્ત્રના પાઠકો વડે તે તે પ્રકારે નિમિત્તશાસ્ત્ર પાઠાદિરૂપ ઉપાયોથી નિવેદન કરે=વિપર્યય લિંગના કાર્યને જ ગુરુ આદિ જનને નિવેદન કરે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૨૭/૨૫૩