________________
૨૧૫
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ / અધ્યાય-૪ / સૂત્ર-૨૨
જે કારણથી કહેવાયું છે – “અસત્ય સત્યના જેવા સત્ય અસત્ય જેવા વિવિધ ભાવો દેખાય છે. તે કારણથી પરીક્ષા કરવી યુક્ત છે. II૧૫રા” (મહાભારત, શાંતિપર્વ ૧૨/૧૧૨/૬૧)
અતિકુશળ પુરુષો અતથ્ય પણ તથ્ય બતાવે છે. જેમ ચિત્રકર્મના જાણનારા લોકો ચિત્રમાં નિ—ઉન્નતોને, અતથ્ય પણ તથ્ય બતાવે છે. II૧૫૩માં” (મહાભારત, અનુશાસનપર્વ)
અને પરીક્ષા સમ્યક્ત-જ્ઞાન-ચારિત્રની પરિણતિવિષયક તે તે ઉપાયોથી કરવી જોઈએ અને પરીક્ષાનો કાળ બહુલતાએ છ મહિનાનો છે. તેવા પ્રકારના પાત્રની અપેક્ષાએ વળી અલ્પ અથવા અધિક થાય. lmaal
અને સામાયિકસૂત્ર અકૃતઉપધાનવાળાને પણ કંઠથી આપવું જોઈએ. અન્ય પણ સૂત્ર પાત્રની અપેક્ષાએ ભણાવવાં જોઈએ.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. મા પાર૨/૨૪૮ ભાવાર્થ :
યોગ્ય ઉપદેશક શ્રોતાની ભૂમિકા અનુસાર સધર્મનું વર્ણન કરે છે અને તે વર્ણન સાંભળીને જે શ્રોતાને પરિણામ થાય કે “હવે મારે ધર્મનું એકાંતે સેવન કરીને સંસારનો ઉચ્છેદ કરવો છે”, તેથી તે પ્રવ્રજ્યાને અભિમુખ થઈને ગુરુને કહે કે હું સંસારથી ઉદ્વિગ્ન છું અને મારે પ્રવજ્યા ગ્રહણ કરીને આત્મહિત સાધવું છે. તેને પ્રવ્રજ્યા આપવા વિષયક શું વિધિ છે ? તે બતાવતાં કહે છે –
(૧) પ્રશ્ન, (૨) આચારનું કથન, (૩) પરીક્ષા, (૪) કંઠથી સામાયિક આદિ સૂત્રનું પ્રદાન. અને (૫) તેવા પ્રકારનાં અનુષ્ઠાનનો અભ્યાસ; એ પ્રવ્રયા આપવા પૂર્વેની વિધિ છે. (૧) પ્રશ્ન :
પ્રવ્રજ્યાને અભિમુખ થયેલા જીવને ગુરુ પ્રશ્ન કરે કે “હે વત્સ! તું કોણ છે?” આ પ્રકારે મધુર વચનથી ગુરુ પૃચ્છા કરે અને કહે કે “કયા નિમિત્તે તું પ્રવ્રજ્યા ગ્રહણ કરવા તૈયાર થયો છે ?” તેના ઉત્તર રૂપે પ્રવ્રજ્યા અભિમુખ થયેલો જીવ કહે કે “હું આ કુળમાં જન્મેલો પુત્ર છું”. તેથી તે ઉત્તમકુળનો છે, હલકા કુળનો નથી તેવું નક્કી થાય.
વળી આવો જીવ કહે કે, “હું તગરાનગર આદિરૂપ સુંદર ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલો છું.” તેથી નક્કી થાય કે દીક્ષાર્થી સારા ક્ષેત્રમાં, સારા કુળમાં જન્મેલો છે તે અપેક્ષાએ તે દીક્ષાને યોગ્ય છે. વળી, કહે કે “સર્વ અશુભના ઉદ્ભવરૂપ આ ભવવ્યાધિ છે અને તેના ક્ષય નિમિત્તે હું પ્રવજ્યા ગ્રહણ કરવા તત્પર થયો છું.” આનાથી એ નક્કી થાય કે પ્રવ્રજ્યા અભિમુખ થયેલો જીવ સંસારનાં કારણોનો ઉચ્છેદ કરીને સંસારથી પર